સ્કીપ ટુ કન્ટેન્ટ

શું દુષ્ટ દૂતો ખરેખર છે?

શું દુષ્ટ દૂતો ખરેખર છે?

શાસ્ત્રમાંથી જવાબ

 હા, જે “દૂતોએ પાપ કર્યું હતું” અને ઈશ્વર સામે બળવો કર્યો હતો તેઓને દુષ્ટ દૂતો કહેવામાં આવ્યા છે. (૨ પિતર ૨:૪) સૌથી પહેલા જે દૂતે ઈશ્વર સામે બળવો કર્યો એ શેતાન હતો. બાઇબલમાં તેને ‘દુષ્ટ દૂતોનો રાજા’ પણ કહેવામાં આવ્યો છે.—માથ્થી ૧૨:૨૪, ૨૬.

નૂહના સમયમાં ઈશ્વર સામે બંડ

 બાઇબલમાં જણાવ્યું છે કે નૂહના દિવસોમાં આવેલા પૂર પહેલાં અમુક દૂતોએ બંડ કર્યું, એટલે કે ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ કામ કર્યું. શાસ્ત્રમાં જણાવ્યું છે, “સાચા ઈશ્વરના દીકરાઓએ [દૂતોએ] જોયું કે માણસોની દીકરીઓ ખૂબ સુંદર છે. એટલે તેઓને જે પસંદ આવી એ બધી સ્ત્રીઓને તેઓએ પત્ની બનાવી.” (ઉત્પત્તિ ૬:૨) એ દુષ્ટ દૂતોએ સ્વર્ગમાંનું “પોતાનું રહેઠાણ છોડી દીધું” અને માણસ તરીકે પૃથ્વી પર આવ્યા, જેથી સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધી શકે.—યહૂદા ૬.

 પાણીનું પૂર આવ્યું ત્યારે એ દુષ્ટ દૂતો માણસનું શરીર છોડીને સ્વર્ગમાં પાછા જતા રહ્યા. પણ ભગવાને તેઓને પોતાના કુટુંબમાંથી બેદખલ કરી દીધા. ભગવાને એ દુષ્ટ દૂતોને સજા કરી, જેથી તેઓ ફરી ક્યારેય માણસનું રૂપ લઈ ન શકે.—એફેસીઓ ૬:૧૧, ૧૨.