તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—બાઇબલ સમયના ઈશ્વરભક્તોની જીવન સફર
આ લેખોમાંથી તમને બાઇબલ સમયના એવા સ્ત્રી-પુરુષો વિષે શીખવા મળશે, જેઓએ ઈશ્વરમાં અડગ શ્રદ્ધા બતાવી છે. a બાઇબલના આ પાત્રો અને તેઓની શ્રદ્ધા તમને પોતાની શ્રદ્ધા મજબૂત કરવા અને ઈશ્વરની નજીક જવા મદદ કરશે.
a આ લેખોમાં તમને એવી માહિતી મળશે, જે બાઇબલમાં નથી. એનાથી તમે પોતાને એ જગ્યાએ મૂકીને જાણે તમારી સામે જ બની રહ્યું છે એવી કલ્પના કરી શકો છો. આ માહિતીનું કાળજીપૂર્વક સંશોધન કરવામાં આવ્યું છે, જે બાઇબલ અને ઐતિહાસિક અહેવાલો તેમજ પુરાતત્ત્વશાસ્ત્રીઓના શોધખોળની સુમેળમાં છે.
દુનિયાની શરૂઆતથી જળપ્રલય સુધી
હાબેલ—‘તે મરણ પામ્યા હોવા છતાં હજુ બોલે છે’
બાઇબલમાં હાબેલ વિશે થોડું જણાવેલું છે, તો પછી આપણે તેમના વિશે અને તેમની શ્રદ્ધા વિશે શું શીખી શકીએ?
નુહ ‘ઈશ્વરની સાથે ચાલ્યા’
નુહ અને તેમની પત્નીને એ સમયની ખરાબ અસરથી પોતાના દીકરાઓનું રક્ષણ કરવામાં કેવી તકલીફો પડી હતી? વહાણ બાંધીને તેમણે શ્રદ્ધા કેવી રીતે બતાવી?
નુહ અને ‘તેમની સાથેનાં સાત માણસો બચ્યાં’
નુહ અને તેમનું કુટુંબ કઈ રીતે મુશ્કેલ સમયમાંથી બચી ગયા?
The Days of the Patriarchs
ઈબ્રામ—‘શ્રદ્ધા બતાવતા સર્વ લોકોના પિતા’
ઈબ્રામે કઈ રીતે શ્રદ્ધા બતાવી? તમે કઈ રીતે ઈબ્રામ જેવી શ્રદ્ધા બતાવશો?
‘શું હું ઈશ્વર છું?’
શું ઈર્ષા, દગો કે નફરતને લીધે તમારા ઘરની શાંતિ છીનવાઈ ગઈ છે? એમ હોય તો, બાઇબલમાં જણાવેલું યુસફનું ઉદાહરણ તમને મદદ કરી શકે.
The Exodus and the Days of the Judges
રૂથ—“જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની”
રૂથ પોતાનું વતન અને કુટુંબ છોડવા કેમ તૈયાર હતી? તેમણે કયા ગુણો બતાવ્યા, જેના લીધે તે યહોવાની નજરે અગત્યના બન્યા?
રૂથ—“સદ્ગુણી સ્ત્રી”
રૂથ અને બોઆઝના લગ્ન કેમ મહત્ત્વના છે? રૂથ અને નાઓમી પાસેથી આપણે કુટુંબ વિશે શું શીખી શકીએ?
હાન્નાએ પ્રાર્થનામાં ઈશ્વર આગળ દિલ ઠાલવ્યું
હાન્નાને યહોવામાં શ્રદ્ધા હોવાથી, સહેવા અશક્ય લાગતા સંજોગોમાં પણ મદદ મળી.
શમૂએલ “યહોવાની હજૂરમાં રહીને મોટો થયો”
શમૂએલનું બાળપણ કેમ અલગ જ હતું? તે મંદિરમાં હતા ત્યારે, શ્રદ્ધા કેળવવા તેમને શામાંથી મદદ મળી?
નિરાશાઓમાં પણ શમૂએલ ટકી રહ્યા
આપણા બધા પર તકલીફો અને નિરાશાઓ આવે છે, જે આપણી શ્રદ્ધાની કસોટી કરે છે. શમૂએલ જે રીતે ટકી રહ્યા એ આપણને શું શીખવે છે?
The Days of Kings and Prophets
“લડાઈ તો યહોવાની છે”
ગોલ્યાથને હરાવવા દાઊદને ક્યાંથી મદદ મળી? દાઊદ પાસેથી આપણે શું શીખી શકીએ?
અબીગાઈલે સમજી-વિચારીને પગલાં ભર્યાં
અબીગાઈલના મુશ્કેલ લગ્ન-જીવનમાંથી આપણે શું શીખી શકીએ?
સાચી ભક્તિ માટે એલિયાએ લડત આપી
બાઇબલ જે શીખવે છે, એની સાથે કોઈ સહમત ન થાય ત્યારે, આપણે કઈ રીતે એલિયાને પગલે ચાલી શકીએ?
એલિયા સતર્ક રહ્યા, તેમણે રાહ જોઈ
યહોવા પોતાનું વચન પૂરું કરે એની રાહ જોતી વખતે પ્રબોધક એલિયાએ કઈ રીતે પ્રાર્થનાથી પૂરો ભરોસો બતાવ્યો?
એલિયાએ પોતાના ઈશ્વરમાં દિલાસો મેળવ્યો
એવા કયા બનાવો બન્યા, જેનાથી એલિયા એકદમ નિરાશ થઈ ગયા, અરે, તેમણે મોત માંગ્યું?
યૂના પોતાની ભૂલોમાંથી શીખ્યા
યૂનાને કેમ પોતાની સોંપણી સ્વીકારવાનો ડર લાગ્યો, એ શું તમે સમજી શકો છો? તેમનો અનુભવ આપણને યહોવાની ધીરજ અને દયાનો મૂલ્યવાન બોધપાઠ શીખવે છે.
યૂના દયા બતાવવાનું શીખ્યા
યૂનાનો અહેવાલ આપણને પોતાના દિલમાં ડોકિયું કરવા કઈ રીતે મદદ કરે છે?
એસ્તેર ઈશ્વરના લોકોને પક્ષે ઊભી રહી
એસ્તેરની જેમ કોઈ સ્વાર્થ વગરનો પ્રેમ બતાવવા શ્રદ્ધા અને હિંમતની જરૂર પડે.
એસ્તેરે સમજણ, હિંમત અને નિઃસ્વાર્થ ભાવના બતાવી
એસ્તેર કઈ રીતે યહોવા માટે અને પોતાના લોકો માટે નિઃસ્વાર્થભાવે વર્તી?
The First Century
મરિયમ—“જો, હું યહોવાની દાસી છું!”
દૂત ગાબ્રિયેલને આપેલા જવાબથી મરિયમની શ્રદ્ધા વિશે શું જાણવા મળે છે? તેણે બીજા કયા અનમોલ ગુણો બતાવ્યા?
મરિયમ ‘આ બધી વાતો વિશે મનમાં વિચારવા લાગી’
બેથલેહેમમાં થયેલા અનુભવોથી યહોવાનાં વચનોમાં મરિયમની શ્રદ્ધા મજબૂત થઈ.
મરિયમ તલવારના ઘા જેવું દુઃખ સહી શક્યાં
જો તમે ‘તરવારના ઘા” જેવું દુઃખ સહેતા હો, તો ઈસુની મા મરિયમનું ઉદાહરણ તમને મદદ કરશે
યુસફે રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું, જવાબદારી નિભાવી
યુસફે કઈ રીતોએ પોતાના કુટુંબનું રક્ષણ કર્યું? તે શા માટે મરિયમ અને ઈસુને ઇજિપ્ત લઈ ગયા?
માર્થા—“હું માનું છું”
માર્થા શોક મનાવી રહી હતી ત્યારે પણ તેણે કઈ રીતે અડગ શ્રદ્ધા બતાવી?
મરિયમ માગદાલેણ “મેં માલિકને જોયા છે!”
આ વફાદાર સ્ત્રીને બીજાઓને ખુશખબર જણાવવાનો લહાવો મળ્યો હતો.
ડર અને શંકા સામે પીતર લડ્યા
શંકા ઘણી શક્તિશાળી, વિનાશક સાબિત થઈ શકે છે. પરંતુ, ઈસુને પગલે ચાલીને પીતરે પોતાનાં ડર અને શંકા પર જીત મેળવી.
કસોટીઓમાં પણ પીતર વફાદાર રહ્યા
પીતરની શ્રદ્ધા અને વફાદારીએ તેમને ઈસુ પાસેથી મળેલી સલાહ સ્વીકારવા કઈ રીતે મદદ કરી?
પોતાના ગુરુ પાસેથી પીતર માફી આપવાનું શીખ્યા
ઈસુએ પીતરને માફી આપવા વિશે શું શીખવ્યું? ઈસુએ કઈ રીતે સાબિત કર્યું કે તેમણે પીતરને માફ કરી દીધા હતા?