સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જાન્યુઆરી ૮-૧૪

અયૂબ ૩૪-૩૫

જાન્યુઆરી ૮-૧૪

ગીત ૫૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. અન્યાય થતો હોય એવું લાગે ત્યારે

(૧૦ મિ.)

યાદ રાખો કે યહોવા ક્યારેય અન્યાય કરતા નથી (અયૂ ૩૪:૧૦; wp૧૯.૧ ૮ ¶૨)

એવું લાગે કે દુષ્ટોને તેઓનાં કાળાં કામ માટે કોઈ સજા થતી નથી, પણ તેઓ યહોવાથી બચી શકતા નથી (અયૂ ૩૪:૨૧-૨૬; w૧૭.૦૪ ૧૦ ¶૫)

તમે અન્યાય સહેતા લોકોને યહોવા વિશે શીખવો, એ તેઓને મદદ કરવાની સૌથી સારી રીત છે (અયૂ ૩૫:૯, ૧૦; માથ ૨૮:૧૯, ૨૦; w૨૧.૦૫ ૬-૭ ¶૧૯-૨૦)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • અયૂ ૩૫:૭—અલીહૂએ અયૂબને પૂછ્યું: “[ઈશ્વર] તમારી પાસેથી શું મેળવે છે?” એ સવાલ પૂછીને તે શું કહેવા માંગતા હતા? (w૧૭.૦૪ ૨૯ ¶૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૧૦ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એક વ્યક્તિને નાનાં બાળકો છે. તેને બતાવો કે માતા-પિતાને મદદ કરે એવી માહિતી jw.org પરથી કઈ રીતે શોધી શકે. (lmd પાઠ ૧ મુદ્દો ૪)

૬. શિષ્યો બનાવો

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૪૧

૭. તક મળે ત્યારે ‘સંદેશો જાહેર કરવા’ શું તમે તૈયાર છો?

(૧૫ મિ.) ચર્ચા.

પાઉલે તિમોથીને અરજ કરી: ‘તું સંદેશો જાહેર કર. એ જાહેર કરવામાં ઢીલ ન કર.’ (૨તિ ૪:૨) “ઢીલ ન કર” અથવા “તત્પર રહે” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે, એ કોઈ વાર એવા સૈનિક કે ચોકીદાર માટે વપરાતો હતો જે લડવા માટે હંમેશાં તૈયાર હોય. એવી જ રીતે આપણે સંદેશો જણાવવા હંમેશાં તૈયાર રહીએ છીએ. જ્યારે પણ લોકો સાથે વાત કરવાની તક મળે છે, ત્યારે આપણે ખુશખબર જણાવવા આતુર રહીએ છીએ.

આપણે યહોવાને અનહદ પ્રેમ કરીએ છીએ. તેમણે આપણા માટે જે કર્યું છે એની ખૂબ કદર કરીએ છીએ. એટલે લોકોને તેમના અદ્‍ભુત ગુણો વિશે જણાવીએ છીએ.

ગીતશાસ્ત્ર ૭૧:૮ વાંચો. પછી પૂછો:

તમને યહોવા વિશે શું ગમે છે, જે તમે લોકોને જણાવો છો?

આપણે લોકોને પણ પ્રેમ કરીએ છીએ. એટલે તેઓને સંદેશો જણાવવાની તક શોધતા રહીએ છીએ.

સેંકડો લોકોને મળ્યું સાચું શિક્ષણ વીડિયો બતાવો. પછી પૂછો:

  • તક મળે ત્યારે પ્રચાર કરવાથી કઈ રીતે સેંકડો લોકો બાઇબલનું સાચું શિક્ષણ મેળવી શક્યા?

  • અગાઉ ચર્ચનાં સભ્ય હતાં એ ભાઈ-બહેનોને બાઇબલમાંથી શીખીને શું ફાયદો થયો?

  • તક મળે ત્યારે પ્રચાર કરતા રહેવા લોકો માટેનો પ્રેમ કઈ રીતે મદદ કરી શકે?

  • લોકો યહોવાને ઓળખી શકે એ માટે પ્રચાર કરવાની આ કેમ એક સારી રીત છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪ અને પ્રાર્થના