ગીત ૧૫૯
યહોવાનો મહિમા ગાઉં
૧. કોણ તારા જેવું યહોવા
તું સૂરજ ને તું રોશની
તું રસ્તો ને મારી મં-જિલ
તું જિંદગી, તું બંદગી
તું ઠંડક ને તું છો તા-જગી
મારી ધડકન કહે છે
કહે છે મારી નસે નસ
મારો તું ભગવાન યહોવા
(ટેક)
ઓહ યહોવા, ગૌરવ તારો હું ગાઉં,
મારું ગીત તું સાંભળી લે
ભગવાન મારા, હે પાલન-હાર મારા
બસ તારી આગળ નમું
તારો મહિમા હું ગાઉં
૨. એક તું છો સાચો ન્યાય આપ-નાર
લાચારને ઇન્સાફ દેનાર
એહસાન કદી હું ન ભૂ-લું
હું મહિમાની ગઝલ ગાઉં
માન તેં આપીને યહો-વા,
ઓઢાડી શાલ ગરીબને
હોય સદા તારો જમણો હાથ
મારે માથે હર હંમેશાં
(ટેક)
ઓહ યહોવા, ગૌરવ તારો હું ગાઉં,
મારું ગીત તું સાંભળી લે
ભગવાન મારા, હે પાલન-હાર મારા
બસ તારી આગળ નમું
તારો મહિમા હું ગાઉં
૩. પર્વત ને આકાશનાં તારા
સાગર નદી ગીતો ગાય
મોર કોયલ હરણને હા-થી
એક સૂરે કવિતા ગાય છે
હું પણ ગીતો તારા ગાઉં છું
પ્રેમનું સંગીત રચું હું
રોકે ના રોકાય દિલ મારું
સ્તુતિ ગાઉં હંમેશાં તારી
(ટેક)
ઓહ યહોવા, ગૌરવ તારો હું ગાઉં,
મારું ગીત તું સાંભળી લે
ભગવાન મારા, હે પાલન-હાર મારા
બસ તારી આગળ નમું
તારો મહિમા હું ગાઉં
(ગીત. ૯૬:૧-૧૦; ૧૪૮:૩, ૭ પણ જુઓ.)