સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

alfa27/stock.adobe.com

સ્મરણપ્રસંગની ઝુંબેશ

ઈસુ ગુનાઓ કાઢી નાખશે

ઈસુ ગુનાઓ કાઢી નાખશે

 ઈસુ સારી રીતે સમજે છે કે ગુનાઓનો ભોગ બનવું અને અન્યાય સહન કરવો એટલે શું. તેમના પર જૂઠા આરોપ મૂકવામાં આવ્યા, વગર કારણે માર મારવામાં આવ્યો, ખોટો મુકદ્દમો ચલાવવામાં આવ્યો, ખોટી રીતે ગુનેગાર ઠરાવવામાં આવ્યા અને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા. તે નિર્દોષ હતા તોપણ તેમણે રાજીખુશીથી અને કોઈ સ્વાર્થ વગર “ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન” આપી દીધું. (માથ્થી ૨૦:૨૮; યોહાન ૧૫:૧૩) ઈસુ આજે ઈશ્વરના રાજ્યના રાજા છે. તે જલદી જ આખી પૃથ્વી પરથી હંમેશ માટે ગુનાઓ કાઢી નાખશે અને ન્યાય લાવશે.—યશાયા ૪૨:૩.

 બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ એવું કરવા પગલાં ભરશે ત્યારે દુનિયા કેવી હશે:

  •   “દુષ્ટોનો વિનાશ થઈ જશે, તું તેઓને શોધશે પણ તેઓ જડશે નહિ. નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે, તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

 ઈસુએ આપણા માટે જે કર્યું અને જે કરવાના છે, એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? ઈસુએ લૂક ૨૨:૧૯માં તેમના શિષ્યોને કહ્યું હતું કે, તેઓ તેમના મરણને યાદ કરે. એટલે દર વર્ષે યહોવાના સાક્ષીઓ ઈસુના મરણને યાદ કરવા ભેગા થાય છે. તમને પણ એમાં જોડાવા આમંત્રણ આપીએ છીએ. એ પ્રસંગ રવિવાર, ૨૪ માર્ચ, ૨૦૨૪ના દિવસે છે.

સ્મરણપ્રસંગ ક્યાં હશે