સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૬. દુનિયા ફરતે પ્રચાર કામ

૬. દુનિયા ફરતે પ્રચાર કામ

૬. દુનિયા ફરતે પ્રચાર કામ

“રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે.”—માત્થી ૨૪:૧૪.

● વાયેતિયા નામની એક સ્ત્રી પેસિફિક સમુદ્રમાં આવેલા ટુઆમોટુમાં રહે છે. એ વિસ્તાર આશરે ૮૦ નાના નાના ટાપુઓથી બનેલો છે. એ વિસ્તાર ભારતના લગભગ ચોથા ભાગ જેટલો વિશાળ છે. આખા વિસ્તારની વસ્તી આશરે ૧૬,૦૦૦ જ છે. તેમ છતાં યહોવાહના સાક્ષીઓ વાયેતિયા અને તેના પડોશીઓને મળ્યા. તેઓ યહોવાહના રાજ્ય વિષેની ખુશખબર બધા લોકોને આપવા ચાહે છે, પછી ભલે તેઓ દૂર દૂર રહેતા હોય.

આંકડા શું બતાવે છે? ઈશ્વરના રાજ્યનો સંદેશો દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે. ૨૦૧૦માં યહોવાહના સાક્ષીઓએ દોઢ અબજ કરતાં વધારે કલાકો પ્રચાર કામમાં ગાળ્યા હતા. તેઓ આ સંદેશો ૨૩૬ દેશોમાં ફેલાવી રહ્યા છે. એનો અર્થ એ થાય કે દરેક સાક્ષી સરેરાશ ૩૦ મિનિટ દરરોજ રાજ્યના સંદેશા વિષે વાત કરે છે. છેલ્લા દસ વર્ષમાં તેઓએ ૨૦ અબજ કરતાં વધારે બાઇબલ આધારિત સાહિત્ય બહાર પાડ્યું છે અને લોકોને આપ્યું છે.

લોકો આવું કહે છે: બાઇબલનો સંદેશો હજારો વર્ષોથી લોકો જાહેર કરતા આવ્યા છે.

શું લોકોનું કહેવું ખરું છે? ખરું કે ઘણા લોકોએ બાઇબલના સંદેશા વિષે કંઈક જણાવ્યું છે. તેમ છતાં મોટા ભાગનાએ થોડા સમય માટે જ અથવા થોડીક જગ્યાએ એ સંદેશો જણાવ્યો છે. પણ એનાથી સાવ અલગ યહોવાહના સાક્ષીઓએ વ્યવસ્થિત રીતે દુનિયા ફરતે કરોડો લોકોને ઈશ્વરનો સંદેશો પહોંચાડ્યો છે. માનવ ઇતિહાસમાં થઈ ગયેલી સૌથી શક્તિશાળી અને ક્રૂર સરકારોનો સખત વિરોધ સહીને પણ સાક્ષીઓ સંદેશો જણાવતા રહ્યા છે. * (માર્ક ૧૩:૧૩) યહોવાહના સાક્ષીઓ પગારથી આ કામ કરતા નથી. તેઓ રાજી-ખુશીથી પોતાનો સમય આપે છે. વિના મૂલ્યે લોકોને સાહિત્ય આપે છે. તેઓનું આ કામ ખુશીથી મળેલા દાનોથી ચાલે છે.

તમને શું લાગે છે? શું “રાજ્યની આ સુવાર્તા” દુનિયા ફરતે ફેલાઈ રહી છે? આ પૂરું થતું વચન શું એ સાબિત કરે છે કે નજીકમાં સુંદર ભાવિ રહેલું છે? (w11-E 05/01)

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે “ફેઇથફુલ અંડર ટ્રાયલ્સ,” “પરપલ ટ્રાઇંગલ્સ” અને “જેહોવાહ્ઝ વીટનેસીસ સ્ટૅન્ડ ફર્મ અગેઈન્સ્ટ નાઝી અસલ્ટ” વીડિયો જુઓ. આ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.

[પાન ૯ પર બ્લર્બ]

“યહોવાહ આ યુગને ચાલવા દે ત્યાં સુધી આપણે જોશથી તેમના રાજ્ય વિષેની ખુશખબર ફેલાવતા રહીશું. સર્વ લોકોને સંદેશો મળે એ માટે આપણે અલગ-અલગ રીતો અપનાવતા રહીશું.”—૨૦૧૦ની યહોવાહના સાક્ષીઓની યરબુક.