૪. કુટુંબમાં પ્રેમ નહિ હોય
૪. કુટુંબમાં પ્રેમ નહિ હોય
કુટુંબમાં ‘માણસો પ્રેમ વગરના બનશે.’—૨ તીમોથી ૩:૧-૩.
● ક્રિસ, બ્રિટનના ઉત્તર વૅલ્શમાં રહે છે. તે એવી સંસ્થામાં કામ કરે છે, જે ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરે છે. તે કહે છે, ‘એક સ્ત્રી અમારી પાસે આવી, જેને મેં પહેલાં જોઈ હતી. પણ એક વખત તેને એટલી ખરાબ રીતે મારવામાં આવી હતી કે હું તેને ઓળખી જ ના શક્યો. ઘરની હિંસાને લીધે અમુક સ્ત્રીઓની લાગણી એટલી દુભાય છે કે તેઓ કોઈની સામે જોઈને વાત પણ કરી શકતી નથી.’
આંકડા શું બતાવે છે? આફ્રિકાના એક દેશમાં આશરે ત્રણમાંથી એક સ્ત્રી, નાની ઉંમરે જ જાતીય શોષણનો ભોગ બને છે. એ દેશમાં એક સર્વે કરવામાં આવ્યો, જેમાં ૩૩ ટકા કરતાં વધારે પુરુષો માને છે કે પત્નીને મારવામાં કંઈ વાંધો નથી. જોકે ફક્ત સ્ત્રીઓ જ ઘરેલુ હિંસાનો ભોગ બનતી નથી. દાખલા તરીકે કૅનેડામાં દસમાંથી લગભગ ત્રણ પુરુષો પત્નીથી મારઝૂડનો ભોગ બને છે, અથવા તેઓનું શોષણ કરવામાં આવે છે.
લોકો આવું કહે છે: ઘરેલુ હિંસા તો પહેલેથી ચાલતી આવી છે. પણ પહેલાં કરતાં આજે એને લોકોના ધ્યાન પર વધારે લાવવામાં આવે છે.
શું લોકોનું કહેવું ખરું છે? છેલ્લા અમુક દાયકામાં લોકોને ઘરેલુ હિંસા વિષે વધુ સજાગ કરવામાં આવ્યા છે. પણ શું એનાથી હિંસામાં ઘટાડો થયો છે? ના, કુટુંબના સભ્યોને એકબીજા માટે જે પ્રેમ હોવો જોઈએ એ ઓછો થઈ રહ્યો છે.
તમને શું લાગે છે? શું ૨ તીમોથી ૩:૧-૩ની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે? કુટુંબીજનો માટે જે પ્રેમ હોવો જોઈએ, એ શું ઘણામાં ઓછો થઈ રહ્યો છે?
પાંચમી ભવિષ્યવાણી પૃથ્વીને લગતી છે. ચાલો જોઈએ આ વિષે બાઇબલ શું કહે છે. (w11-E 05/01)
[પાન ૭ પર બ્લર્બ]
‘ઘરેલુ હિંસાના કિસ્સા બહુ બનતા હોય છે, પણ બીજા ગુનાની સરખામણીમાં લોકો પોલીસને બહુ ઓછું જણાવે છે. સ્ત્રી, સરેરાશ ૩૫ વખત ઘરેલુ હિંસાનો ભોગ બન્યા પછી જ એ વિષે કેસ કરે છે.’—ઘરેલુ હિંસા સામે મદદ કરતી વૅલ્શની સંસ્થા વતી બોલનાર એક સ્ત્રી.