મગજમાં ડંખતો સવાલ
મગજમાં ડંખતો સવાલ
‘મારું કુટુંબ એશ-આરામથી જીવે છે. અમારા ઘરમાં એ.સી. છે. ડીવીડી હૉમ થિયેટર છે. પણ આ બધી માલ-મિલકત મેળવીને હું વિચારું છું કે એનો શું ફાયદો? એક ને એક દિવસે તો આપણે મરવાનું જ છે! એટલે મગજમાં એક સવાલ ડંખે છે કે ઈશ્વરે માનવને કેમ રચ્યો?’—અમેરિકાના સાઇકૉલૉજીના પ્રોફેસર ડેવિડ જી. માઈયર્સ.
એ સવાલનો તમે શું જવાબ આપશો? અમુકને એનો જવાબ મેળવવો જરૂરી નથી લાગતું. પણ એના જવાબ વગર આપણું જીવન અધૂરું છે. એ સમજવા આ દાખલાનો વિચાર કરો. ધારો કે તમારા ચંપલમાં કાંકરી છે. એ કાંકરી ચાલતા ચાલતા તમારા પગને નડે છે. એનાથી તમે ચાલી તો શકો છો પણ ચાલવાની મઝા નથી આવતી. એવી જ રીતે આપણે જાણતા ન હોય કે ઈશ્વરે માણસને કેમ રચ્યો છે તો જીવનમાં મજા નહિ આવે.
આખી દુનિયામાં ઘણા લોકોના મનમાં એ સવાલ ડંખે છે. પુરાવા માટે આપણે વર્લ્ડ વૅલ્યુ સર્વે તપાસીએ. એ સર્વે અમુક વૈજ્ઞાનિકોએ કર્યો હતો. તેઓને લોકોના સમાજ, લોકોની સંસ્કૃતિ વિષે જાણવું હતું. તેઓએ ઘણા દેશોમાં જઈને લોકોના ઇન્ટર્વ્યૂં લીધા. તેઓને જાણવા મળ્યું કે અનેક સંસ્કૃતિના લોકો આ પ્રશ્ન વિચારે છે કે ‘ઈશ્વરે માનવને કેમ રચ્યો?’
આપણે એનો જવાબ મેળવવો હોય તો નીચેના ત્રણ સવાલો પર વિચાર કરવો પડશે.
શું ઈશ્વરે આપણને રચ્યાં છે?
ઈશ્વરે માણસને કેમ રચ્યો?
શું જીવનમાં કદી સુખ-શાંતિ આવશે?
આ ત્રણ સવાલના જવાબ ક્યાંથી મેળવી શકીએ? ફિલસૂફીમાંથી? કે પછી ગુરુઓ-પાદરીઓ-મુલ્લાઓ પાસેથી? તેઓ અમુક વિચારો આપી શકે. પણ ખરું-ખોટું શું છે એ કોને ખબર. સત્ય જાણવા આપણે ઈશ્વર તરફ ફરવું જોઈએ. બાઇબલ ઈશ્વરનું વચન છે. એટલે તમારી પાસે બાઇબલ હોય તો, અમે ઉત્તેજન આપીએ છીએ કે એ ખોલીને આગળના લેખો વાંચો. (w08 2/1)
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
COVER: Beach background: © Andoni Canela/age fotostock