ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ફેબ્રુઆરી ૨૦૧૫
આ અંકમાં એપ્રિલ ૬, ૨૦૧૫થી મે ૩, ૨૦૧૫ માટેના અભ્યાસ લેખો છે.
જાપાન માટે એક અનોખી ભેટ
“ધ બાઇબલ—ધ ગૉસ્પલ અકૉર્ડિંગ ટુ મેથ્યુ” નામનું નવું પુસ્તક જાપાનમાં બહાર પાડવામાં આવ્યું. એની કઈ ખાસિયતો છે? એને શા માટે બહાર પાડવામાં આવ્યું છે?
ઈસુની જેમ નમ્ર અને દયાળુ બનીએ
પહેલો પીતર ૨:૨૧ આપણને ઈસુને બનતી રીતે અનુસરવાની સલાહ આપે છે. આપણે ઈસુની જેમ સંપૂર્ણ નથી તો પછી કઈ રીતે તેમની જે નમ્ર અને દયાળુ બની શકીએ?
ઈસુની જેમ હિંમત અને સમજદારી બતાવીએ
ઈસુ કેવા છે એ શીખવા બાઇબલ આપણે મદદ કરે છે. તેમનાં પગલે ચાલીને આપણે કઈ રીતે હિંમત અને સમજદારી બતાવી શકીએ એનો વિચાર કરો.
સંદેશો ફેલાવવાના કામમાં ઉત્સાહ જાળવી રાખીએ
આપણે જાણીએ છીએ કે ખુશખબર ફેલાવવાનું કામ આજે દુનિયાભરમાં થઈ રહેલું સૌથી મહત્ત્વનું કામ છે. સાક્ષીકાર્યમાં ઉત્સાહ જાળવવા અને વધારવા આપણે શું કરી શકીએ?
‘યહોવા વિશેના શિક્ષણ’ માટે રાષ્ટ્રો તૈયાર કરાયાં
પ્રથમ સદીના શિષ્યો તેમના સાક્ષીકાર્યમાં કેટલી હદે સફળ થયા હતા? ઇતિહાસના બીજા કોઈ સમયગાળા કરતાં શા માટે પ્રથમ સદીમાં ખુશખબરને ફેલાવવું સહેલું બન્યું હતું?
દુનિયાભરમાં સત્ય ફેલાવવા યહોવાની મદદ
હાલના સમયમાં એવી કઈ બાબતો બની છે, જેના લીધે દુનિયાભરમાં સત્ય ફેલાવવા યહોવાના સેવકોને મદદ મળી છે?
વાચકો તરફથી પ્રશ્નો
પરફ્યુમની સુગંધથી સખત આડઅસર થતી હોય, એવાં ભાઈ-બહેનોને રાહત મળે માટે શું કરી શકાય? એક પ્રકાશક બહેને માથે ક્યારે ઓઢવું જોઈએ?
આપણો ઇતિહાસ
“એક ખાસ ઋતુ”
ઝાયન્સ વૉચ ટાવરમાં સ્મરણપ્રસંગના સમયને ‘એક ખાસ ઋતુ’ તરીકે કહેવામાં આવ્યો અને વાચકોને ઉત્તેજન આપવામાં આવ્યું કે એને ઊજવે. શરૂઆતના દિવસોમાં એને કઈ રીતે ઊજવવામાં આવતો?