સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના ભક્તો બધિરોને ઈશ્વર વિષે શીખવે છે

યહોવાહના ભક્તો બધિરોને ઈશ્વર વિષે શીખવે છે

યહોવાહના ભક્તો બધિરોને ઈશ્વર વિષે શીખવે છે

‘યહોવાહના ભક્તો તમને બાઇબલ વિષે શીખવે છે!’ મડ્રિડ, સ્પેઇનના નાવાલકારનેરો શહેરના એક ઘરડાઘરના મેનેજરે આમ કહ્યું. તેમણે યહોવાહના સાક્ષીઓ કે ભક્તોની મુલાકાત વિષે આમ કહ્યું હતું. તે કેમ આમ કહેવા પ્રેરાયા?

એ ઘરડાઘરનું નામ રોસાસ દેલ કામિનો છે. એમાં અમુક લોકો બહેરા છે. સ્પેઇનમાં યહોવાહના અમુક ભક્તો સ્પૅનિશ સાઈન લેંગ્વેજ શીખ્યા છે. જેથી ઘરડાઘરના બહેરા લોકો સાથે વાત કરી શકે. મેનેજરે યહોવાહના ભક્તોના વખાણ કર્યા કે તેઓ મદદની ખાસ જરૂર છે, એવા લોકોને પણ બાઇબલમાંથી ઈશ્વર વિષે મફતમાં શીખવે છે. મેનેજરે એ જોયું કે તેઓના શિક્ષણથી લોકો પર સારી અસર થાય છે. ઘરડાઘરમાં બધા લોકોએ, ખાસ કરીને આંધળા કે બહેરા હતા, તેઓએ યહોવાહના ભકતોની બહુ જ કદર કરી.

યુલોજીઓ ઘરડાઘરમાં રહે છે. તે સાંભળી કે જોઈ પણ નથી શકતા. તે યહોવાહના ભક્તો સાથે બાઇબલની ચર્ચા કરે છે. એક વખતે ચર્ચા ચાલુ હતી ત્યારે, એક દાદા આવ્યા. તેમણે યહોવાહના ભક્તોને એક કવિતા આપી. આ કવિતા ઘરડાઘરમાં રહેનારા બધાએ મળીને લખી હતી. તેઓ યહોવાહના ભક્તોની કદર બતાવવા માંગતા હતા. એ કવિતા ‘યહોવાહના ભક્તોના જીવન’ વિષે હતી. એમાં અમુક ભાગ જણાવતો હતો કે ‘તેઓનું જીવન આનંદી છે. વાણી-વર્તન સારા છે. યહોવાહ પાસેથી આવતા જ્ઞાનથી તેઓ ખુશ છે. યહોવાહમાં અતૂટ શ્રદ્ધાને લીધે વારંવાર તેઓ પ્રચાર કરે છે.’

આખી દુનિયામાં યહોવાહના ઘણા ભક્તો તેઓની શ્રદ્ધાને લીધે પોતાના દેશની સાઈન લેંગ્વેજ શીખે છે. એમ કરવાથી તેઓ બહેરા લોકોને બાઇબલમાંથી સુંદર આશા વિષે શીખવી શકે છે.