તમારા દાનથી ઈશ્વર ખુશ છે
તમારા દાનથી ઈશ્વર ખુશ છે
આ દુઃખભરી કહાની છે. અથાલ્યા યહુદા દેશની રાણી હતી. યહુદાની રાજસત્તા પચાવી પાડવા તેણે કાવતરાં રચ્યાં. યહુદાના રાજવંશને મારી નંખાવ્યા. તેને લાગ્યું કે તેઓ બધા માર્યા ગયા છે, એટલે તે પોતે જ યહુદા પર રાજ કરવા લાગી. એ જ સમયમાં બીજી એક રાજકુમારી હતી. તે યહોવાહ અને તેમના નિયમોને ખૂબ ચાહતી હતી. તે પ્રમુખયાજક યહોયાદાની પત્ની, યહોશેબા હતી. અથાલ્યાના કાવતરાથી તેઓએ બાળક યોઆશને બચાવવા ખૂબ જ હિંમત બતાવી હતી. તેઓએ આ રાજકુમારને યહોવાહના મંદિરમાં છ વર્ષ સુધી સંતાડી રાખ્યો.—૨ રાજાઓ ૧૧:૧-૩.
યોઆશ સાત વર્ષનો થયો ત્યારે, પ્રમુખયાજક યહોયાદાએ એક ચાલ ચાલી. યોઆશને તે મંદિરમાંથી બહાર લાવ્યા. તેને રાજા બનાવીને, અથાલ્યા રાણીએ પચાવી પાડેલી રાજસત્તા પાછી રાજ્યના હક્કદાર વારસને આપવામાં આવી. પછી રાજાના ચોકીદારોએ દુષ્ટ અથાલ્યા રાણીને મંદિરમાંથી બહાર લઈ જઈને મારી નાખી. એનાથી પ્રજાને ખૂબ જ રાહત મળી અને લોકો ખુશ થયા. યહોયાદા અને તેમની પત્ની યહોશેબાએ ફરીથી યહુદાહમાં સાચી ભક્તિ શરૂ કરવા મોટો ભાગ ભજવ્યો હતો. એથી પણ મહત્ત્વનું તો, તેઓએ દાઊદનો રાજવંશ ચાલુ રાખવા મદદ કરી. એમાંથી છેવટે મસીહ કે ઈસુ ખ્રિસ્ત આવવાના હતા.—૨ રાજાઓ ૧૧:૪-૨૧.
નવા નવા રાજા યોઆશ પણ એવું કંઈક કરવાના હતા, જેનાથી યહોવાહના દિલને ખૂબ આનંદ થયો હશે. યહોવાહના મંદિરની હાલત બહુ જ ખરાબ હતી. એને જલદી સમારકામ કરવાની જરૂર હતી. અથાલ્યાને આખા યહુદા પર ફક્ત રાજ કરવાની ભૂખ હતી. તેથી મંદિર ફક્ત પડી ભાંગ્યું જ ન હતું, લોકો એમાંથી ચોરી પણ કરતા હતા. યોઆશે યહોવાહના મંદિરનું સમારકામ કરવાની મનમાં ગાંઠ વાળી. તેમણે તરત જ નિયમ બહાર પાડ્યો કે યહોવાહનું મંદિર રિપેર કરવા માટે ફાળો ભેગો કરવામાં આવે. તેમણે કહ્યું કે “અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા, જે ચલણી નાણાં યહોવાહના મંદિરમાં લવાય છે તે, તથા દરેક પુરૂષ દીઠ ઠરાવેલો લાગો [કરવેરો], તથા જે પૈસા યહોવાહના ઘરમાં લાવવાનું હરકોઈને મન થાય તે સઘળા પૈસા, તે યાજકો પોતપોતાના લાગતાવળગતા પાસેથી લે, અને જ્યાંકહીં મંદિરની ભાંગતૂટ દેખાય ત્યાં તેઓ તે ભાંગતૂટ સમારે.”—૨ રાજાઓ ૧૨:૪, ૫.
લોકોએ રાજીખુશીથી દાન આપ્યું. પણ યહોવાહનું મંદિર સમારકામ કરવાની જવાબદારી ઉપાડવા યાજકોનું જરાય મન ન હતું. એટલે રાજાએ એ કામ પોતાના હાથમાં લીધું. રાજાએ નિયમ આપ્યો કે મંદિરની દાનપેટીમાં બધું જ દાન મૂકવામાં આવે. અહેવાલ આગળ કહે છે કે તેમણે આ જવાબદારી યહોયાદાને સોંપી: “યહોયાદા યાજકે એક પેટી લઈને તેના ઢાંકણામાં છેદ [કાણું] પાડીને તેને યહોવાહના મંદિરમાં પેસતાં જમણી બાજુએ વેદી પાસે મૂકી; અને દરવાજાની ચોકી કરનાર યાજકો, જે સર્વ પૈસા યહોવાહના મંદિરમાં લાવવામાં આવતા, તે તેમાં નાખતા. અને તેઓને માલૂમ પડ્યું, કે પેટીમાં ઘણા ૨ રાજાઓ ૧૨:૯-૧૨.
પૈસા ભેગા થયા છે, ત્યારે એમ થયું, કે રાજાના ચિટણીસે તથા મુખ્ય યાજકે ત્યાં આવીને જે પૈસા યહોવાહના મંદિરમાંથી મળી આવ્યા તેની થેલીઓ બાંધીને ગણતરી કરી. તે તોળેલા પૈસા તેઓએ કામ કરનારાઓના હાથમાં એટલે યહોવાહના મંદિર પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યા; તેઓએ તે યહોવાહનું મંદિર સમારવાનું કામ કરનાર સુતારોને, કડિયાઓને, સલાટોને, તથા પથ્થર ટાંકનારાઓને આપ્યા, ને યહોવાહના મંદિરની ભાંગતૂટ સમારવા લાકડાં તથા ટાંકેલા પથ્થર ખરીદ કરવા સારૂ, મંદિરની સમરામણી પેટે જે સઘળો ખરચ થયો હોય તેને સારૂ ગણી આપ્યા.”—લોકોએ પૂરા દિલથી દાન આપ્યું. યહોવાહનું મંદિર રિપેર થયું, જેથી ફરીથી એમાં યહોવાહની ભક્તિ કરવામાં આવે. મંદિરના દાનનો બગાડ ન થાય માટે યોઆશ રાજાએ બરાબર નજર રાખી!
આજે પૃથ્વી પરની યહોવાહની સંસ્થાને પણ દાન મળે છે. તેઓ કાળજી રાખે છે કે એ દાનનો ઉપયોગ યહોવાહની ભક્તિમાં વધારો કરવામાં થાય. પહેલાના ઈસ્રાએલીઓની જેમ, આજે યહોવાહના સાક્ષીઓ પણ પૂરા દિલથી દાન આપી રહ્યા છે. કદાચ તમે પણ યહોવાહના પ્રચાર કાર્યને આગળ વધારવા માટે ગયા વર્ષે દાન આપ્યું હશે. ચાલો આપણે જોઈએ કે દાન આપવાની કેટલીક રીતો કઈ છે.
બાઇબલનું શિક્ષણ આપવા
ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને આજ્ઞા આપી કે “સર્વ દેશનાઓને શિષ્ય કરો.” (માત્થી ૨૮:૧૯) તેમના કહેવા પ્રમાણે યહોવાહના સાક્ષીઓ આજે ૨૩૫ દેશોમાં બાઇબલનો પ્રચાર કરીને લોકોને સત્ય શીખવી રહ્યા છે. તેઓ ૪૧૩ ભાષામાં બાઇબલ વિષેનાં પુસ્તકો છાપીને લોકોને આપી રહ્યા છે.
યહોવાહના સાક્ષીઓ માટે દાન આપવાની સૌથી સારી રીત કઈ છે? એ જ કે પોતાના સંજોગો પ્રમાણે લોકોને યહોવાહ અને તેમના હેતુઓ વિષે શીખવે. એમ કરવામાં તેઓ પોતાનો સમય અને શક્તિ વાપરે છે. તેઓ પોતે પૈસાથી કે બીજી અનેક રીતે દાન કરે છે. તેથી આખી દુનિયામાં ઘણા લોકો યહોવાહનું નામ અને તેમના હેતુઓ વિષે સત્ય શીખી શક્યા છે. અમારી પ્રાર્થના છે કે યહોવાહ આવી ગોઠવણો પર આશીર્વાદ વરસાવતા રહે. આ રીતે હજુ બીજા ઘણા લોકો તેમનું સત્ય શીખી શકશે. (નીતિવચનો ૧૯:૧૭) પૂરા દિલથી આપણે તેમની સેવા કરીએ છીએ એ જોઈને તેમના દિલને કેવો આનંદ થાય છે.—હેબ્રી ૧૩:૧૫, ૧૬.
શું બહાર પાડવામાં આવે છે?
બાઇબલ વિષે શીખવા અને શીખવવા આ પ્રકાશનો આખી દુનિયામાં છાપવામાં આવ્યાં હતાં:
• પુસ્તકો: ૪,૭૪,૯૦,૨૪૭
• નાની પુસ્તિકા: ૬૮,૩૪,૭૪૦
• બ્રોશર: ૧૬,૭૮,૫૪,૪૬૨
• કૅલેન્ડર: ૫૪,૦૫,૯૫૫
• મૅગેઝિન: ૧,૧૭,૯૨,૬૬,૩૪૮
• ટ્રેક્ટ: ૪૪,૦૯,૯૫,૭૪૦
• વિડીયો: ૩૧,૬૮,૬૧૧
ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા, યુરોપ અને પૅસિફિક ટાપુઓમાં છાપકામ થાય છે—કુલ ૧૯ દેશોમાં.
“મારું નામ કૅટલિન મૅ છે. હું આઠ વર્ષની છું. મારી પાસે ૨૮ ડૉલર છે. હું તમને એ મોકલું છું. પ્રિન્ટીંગ પ્રેસ લેવા એનાથી તમને મદદ મળશે. તમારી નાની બહેન, કૅટલિન.”
“અમે કુટુંબ સાથે નવા પ્રિન્ટીંગ પ્રેસ વિષે વાત કરી હતી. અમારો દીકરો ૧૧ વર્ષનો અને દીકરી ૯ વર્ષની છે. તેઓએ નક્કી કર્યું છે કે તેઓનાં ખાતામાં જે પૈસા છે એનું દાન કરશે. અમે તેઓનું અને અમારું દાન રાજીખુશીથી તમને મોકલીએ છીએ.”
બાંધકામ
યહોવાહના સાક્ષીઓએ પ્રચાર કામ માટે કરેલાં અમુક બાંધકામો:
• ગરીબ દેશોમાં બાંધેલા કિંગ્ડમ હૉલ: ૨,૧૮૦
• એસેમ્બલી હૉલ: ૧૫
• બ્રાંચ ઑફિસ: ૧૦
• ફુલ-ટાઈમ ઇંટરનેશનલ વોલંટીયર: ૨,૩૪૨
“ગયા સપ્તાહ અંતે અમારા નવા કિંગ્ડમ હૉલમાં પહેલી વાર મિટિંગ ભરાઈ હતી. યહોવાહ પરમેશ્વરને ભજવા માટે અમારી પાસે હવે હૉલ છે. એ માટે અમે ખૂબ જ ખુશ છીએ. યહોવાહ અને તમે અમારી જરૂરિયાતો પ્રમાણે ઘણા કિંગ્ડમ હૉલ બાંધો છો, એની અમે ખૂબ કદર કરીએ છીએ. અમારા વિસ્તારમાં કિંગ્ડમ હૉલ હોવાથી, એની સુંદરતા વધી ગઈ છે.”—ચિલી.
“યહોવાહની સંસ્થા જે રીતે મદદ આપે છે, એની મંડળના ભાઈ-બહેનો ખૂબ જ કદર કરે છે. અમારો કિંગ્ડમ હૉલ બાંધવા ભાઈ-બહેનો આવ્યા હતા. તેઓ સાથે કામ કરવાની જે મજા આવી, એની આજે પણ વાતો કરીએ છીએ.”—મૉલ્ડોવા.
“મેં અને મારી પત્નીએ હમણાં ૩૫મી લગ્નતિથિ ઊજવી છે. એ પ્રસંગે અમે વિચારતા હતા કે એકબીજાને શું ભેટ આપીએ. અમે વિચાર્યું કે યહોવાહ અને તેમની સંસ્થાને કંઈક આપીએ. તેઓની મદદ ન હોત તો કદાચ અમારું લગ્નજીવન સુખી ન હોત. અમે ચાહીએ છીએ કે ગરીબ દેશોમાં કિંગ્ડમ હૉલ બાંધવા માટે આ પૈસા વાપરવામાં આવે.”
“મને વારસામાં અમુક પૈસા મળ્યા છે. મને બહુ વસ્તુ જોઈતી નથી, મને થોડામાં જ સંતોષ છે. હું તમને પૈસા મોકલું છું, એ કિંગ્ડમ હૉલ બાંધવા માટે વાપરજો. ઘણા દેશોમાં એની ખાસ જરૂર છે.”
આફતોમાં રાહતકામ
આ છેલ્લા દિવસોમાં ઘણી અણધારી આફતો આવે છે. એનો ભોગ બનેલા ભાઈ-બહેનોને મદદ કરવા, ઘણા યહોવાહના સાક્ષીઓ વધારે દાન આપે છે. ફક્ત યાદ કરાવીએ છીએ કે આફતો આવે ત્યારે, ત્યાંના ભાઈબહેનોને જગતભરમાં પ્રચાર માટેના દાનમાંથી મદદ આપવામાં આવે છે. નીચેની જગ્યાઓએ યહોવાહના સાક્ષીઓએ આફતમાં મદદ કરી છે:
• આફ્રિકા
• એશિયા
• કૅરિબિયન વિસ્તાર
• પૅસિફિકના ટાપુઓ
“અમારા ગામમાં ભારે તોફાન આવ્યું હતું. એ વખતે તમે મદદ માટે વસ્તુઓ મોકલી હતી. એની હું અને મારા પતિ ઘણી જ કદર કરીએ છીએ. ઘર રિપેર કરવા તમે જલદી જ સામાન મોકલાવ્યો. એનાથી અમે ઘરનું નવું છાપરું નાખી શક્યા.”
“મારું નામ કૉનર છે. હું ૧૧ વર્ષનો છું. મેં જોયું કે સુનામીના રાક્ષસી મોજાંથી કેવી અસર થઈ છે. એ જોઈને મારે પણ મદદ કરવી છે. મારી આશા છે કે આ પૈસા આપણા ભાઈ-બહેનોને મદદ કરશે.”
પૂરા સમયના ખાસ સેવકો
ઘણા યહોવાહના સાક્ષીઓ ફૂલ-ટાઈમ પ્રચાર કરે છે અથવા બેથેલમાં સેવા આપે છે. સંસ્થાને મળતા દાનમાંથી, પૂરો સમય સેવા આપતા અમુક ભાઈબહેનોને મદદ આપવામાં આવે છે. એમાંના અમુક આ સેવા આપે છે:
• મિશનરિ: ૨,૬૩૫
• સરકીટ ને ડિસ્ટ્રીક્ટ ઓવરસીયર: ૫,૩૨૫
• બેથેલ સેવા: ૨૦,૦૯૨
“હું હમણાં બેથેલમાં સેવા આપી શકું એમ નથી [પાંચ વર્ષનો છોકરો]. તોપણ હું તમને પ્રેમથી આ દાન મોકલું છું. હું મોટો થઈશ ત્યારે બેથેલમાં સેવા આપીશ અને સખત કામ કરીશ.”
[પાન ૨૮-૩૦ પર બોક્સ]
દાન આપવાની કેટલીક રીતો
આખા જગતમાં પ્રચાર માટે દાન
ઘણા લોકો નિયમિત રીતે અમુક રકમ બચાવે છે અને મંડળમાં “જગતવ્યાપી પ્રચાર કાર્ય માટે દાન—માત્થી ૨૪:૧૪” લેબલવાળી દાનપેટીમાં નાખે છે.
દર મહિને જે દાન મળે એ મંડળ પોતાના દેશની યહોવાહના સાક્ષીઓની ઑફિસને મોકલે છે. તમે પણ તમારી મરજી પ્રમાણે પૈસાનું દાન યહોવાહના સાક્ષીઓની ઑફિસને મોકલી શકો છો. તમારા દેશની બ્રાંચ ઑફિસનું સરનામું પાન ૨ પર આપવામાં આવ્યું છે. જો તમે ચૅક મોકલાવો તો, એ “Watch Tower” નામે મોકલાવી શકો. તમે ઘરેણાં કે એના જેવી બીજી કીમતી વસ્તુઓ પણ દાનમાં આપી શકો. તમે આવી કોઈ વસ્તુ આપતા હોવ ત્યારે, એ પણ લખીને જણાવો કે એ શાના માટે દાન આપો છો.
દાન આપવાની બીજી રીતો
પૈસાનું દાન આપવા ઉપરાંત, આખી દુનિયામાં પ્રચાર કાર્ય માટે દાન આપવાની અનેક રીતો છે. તમે જે દેશમાં રહેતા હોવ ત્યાં લાગુ પડતું હોય એ પ્રમાણે, તમે નીચે આપેલી રીતોથી દાન આપી શકો છો:
વીમો: જીવન વીમાની પોલિસી કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે વૉચટાવરનું નામ આપી શકાય.
બૅંક ખાતાઓ: બૅંકમાં મૂકેલા પૈસા, ફિક્સ્ડ ડિપૉઝિટના સર્ટિફિકેટ અને પેન્શનના બૅંક ખાતા તમારા મરણ પછી વૉચટાવરને મળે, એ માટે કોઈ ટ્રસ્ટમાં મૂકી શકાય. અથવા મરણ પછી એ સીધા જ તેઓને મળે એવી ગોઠવણ કરી શકાય. એ ગોઠવણો તમારા બૅંકના નિયમ પ્રમાણે થઈ શકશે.
શેર અને બૉન્ડ્સ: શેર અને બૉન્ડ્સ પણ વૉચટાવરને દાનમાં આપી શકાય.
જમીન કે મિલકત: જમીન કે મિલકતનું વૉચટાવરને સીધું દાન કરી શકાય. અથવા દાન કરનાર પોતે જીવે ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકે છે. તમારી કોઈ પણ મિલકતનું દાન કરતા પહેલાં, તમારા દેશની બ્રાંચ ઑફિસને લખો.
ગિફ્ટ એન્યુઇટી: આ ગોઠવણમાં વ્યક્તિ પોતાના પૈસા કે મિલકત વૉચટાવર કોર્પોરેશનને આપી શકે. પછી દાન આપનાર કે તે પસંદ કરે તે વ્યક્તિને જીવનભર દર વર્ષે અમુક રકમ મળે. દાન આપનાર આ ગોઠવણ શરૂ કરે ત્યારે એ વર્ષમાં તેમને આવક વેરો ભરવો પડતો નથી.
વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસા, વસિયત કે ટ્રસ્ટ દ્વારા “Watch Tower” નામે કરી શકાય. અમુક દેશોમાં, ટ્રસ્ટ દ્વારા દાન આપવાથી, સરકારી ગોઠવણ પ્રમાણે કરવેરામાંથી અમુક લાભ મળી શકે. જોકે એ ભારતમાં લાગુ પડતું નથી.
તમે અનેક રીતોથી આખા જગતમાં પ્રચાર માટે દાન આપી શકો છો. ઉપરની “દાન આપવાની રીતો” બતાવે છે કે દાન આપતા પહેલાં, તમારે અમુક ફોર્મ ભરીને અગાઉથી તૈયારી કરવી પડે છે. જો તમે દાન આપવાની એ રીતોમાંથી કોઈ પણ રીત પસંદ કરતા હોવ, તો ગોઠવણો કરવા માટે અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં એક બ્રોશર તૈયાર કરવામાં આવ્યું છે. એનું નામ છે ચેરીટેબલ પ્લાનીંગ ટુ બેનીફીટ કિંગ્ડમ સર્વિસ વર્લ્ડવાઈડ. * આ બ્રોશર એ સમજાવે છે કે તમે કઈ ગોઠવણોથી હમણાં દાન આપી શકો છો. અથવા ગુજરી ગયા પછી પણ વસિયત દ્વારા કઈ રીતે આપી શકો. આ બ્રોશર વાંચ્યા પછી, તમારા વકીલ કે એકાઉન્ટન્ટ સાથે ચર્ચા કરી શકો છો. એમ કરીને ઘણા યહોવાહના સાક્ષીઓના જગતવ્યાપી પ્રચાર કાર્યને ટેકો આપી શક્યા છે. સાથે સાથે ટેક્સમાંથી પણ પૂરેપૂરો લાભ મેળવી શક્યા છે.
જો તમને વધુ માહિતી જોઈતી હોય, તો યહોવાહના સાક્ષીઓને નીચે આપેલી બ્રાંચના સરનામા પર ફોન કરી શકો કે પત્ર લખી શકો. અથવા પાન ૨ પર આપેલા સરનામા પર તેઓને લખો.
Jehovah’s Witnesses,
Post Box 6440,
Yelahanka,
Bangalore 560 064,
Karnataka. Telephone: (080) 28468072
[પાન ૨૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Faithful video: Stalin: U.S. Army photo
[ફુટનોટ]
^ એ ભારતમાં મળતું નથી