નુહને પત્ર
નુહને પત્ર
“મારા વહાલા નુહ દાદા, બાઇબલમાંથી મેં ઘણી વાર વાંચ્યું છે કે, તમે કેવી રીતે મોટું વહાણ બનાવ્યું. પછી એમાં કઈ રીતે તમારું કુટુંબ અને તમે જળપ્રલયમાંથી બચી ગયા.”
મીનામારીઆ નામની પંદર વર્ષની છોકરીએ એક પત્રની શરૂઆતમાં આમ લખ્યું હતું. એ પત્ર તેણે એક લેખન સ્પર્ધામાં મોકલી આપ્યો. આ સ્પર્ધા ફિનલેન્ડની અમુક સંસ્થાઓએ ૧૪થી ૨૧ વર્ષના વિદ્યાર્થીઓ માટે રાખી હતી. ભાગ લેનારાઓએ આ પત્ર કોઈ પુસ્તકને આધારે લખવાનો હતો. તેઓએ પુસ્તકના લેખકને કે પછી પુસ્તકના કોઈ પાત્રને સંબોધીને પત્ર લખવાનો હતો. શિક્ષકોએ ૧,૪૦૦થી વધારે પત્રો પસંદ કરીને સ્પર્ધાના નિર્ણાયકોને મોકલી આપ્યા. નિર્ણાયકોએ એમાંથી એક સૌથી સારો પત્ર પસંદ કર્યો. પછી બીજા નંબરે દસ પત્રોને અને ત્રીજા નંબરે બીજા દસ પત્રોને પસંદ કર્યા. મીનામારીઆને ત્રીજા નંબરના સૌથી સારા પત્રોમાં ઈનામ મળ્યું.
મીનામારીઆએ શા માટે નુહને પત્ર લખ્યો? નુહ તો પાંચ હજાર વર્ષ પહેલા જીવતા હતા? એ વિષે મીનામારીઆ જણાવે છે: “મેં બાઇબલમાંથી ઘણું વાંચ્યું છે. એ કારણથી મને બાઇબલની જુદી જુદી વ્યક્તિઓ બહુ જ પસંદ છે. તેઓ જાણે જીવતા હોય એવું જ મને લાગે છે. જ્યારે નુહ વિષે વાંચ્યું, ત્યારે મને લાગ્યું કે તેમનું જીવન મારાથી એકદમ જુદું હતું. એટલે મેં નુહ દાદાને પત્ર લખ્યો.”
મીનામારીઆ પત્રમાં છેલ્લે લખે છે: “નુહ દાદા, બાઇબલમાંથી તમારા વિષે અમે ઘણું વાંચીએ છીએ. આજે પણ તમારી પાસેથી અમે ઘણું શીખીએ છીએ.”
બાઇબલ વાંચતી આ છોકરીનો પત્ર બતાવે છે કે બાઇબલ “જીવંત અને પરાક્રમથી ભરપૂર છે.” બાઇબલ નાના-મોટા બધાના જીવનને અસર કરે છે.—હિબ્રૂ ૪:૧૨, IBSI.