શું ફક્ત એક જ ધર્મ હોવો જોઈએ?
શું ફક્ત એક જ ધર્મ હોવો જોઈએ?
જોસફ રૅંટઝીંગર કૅથલિક ધર્મના મુખ્ય અધિકારી છે. તેમણે કહ્યું: “ઈસુ ખ્રિસ્ત એક જ છે, તેથી તેમને આપેલો ધર્મ પણ એક જ હોવો જોઈએ. ‘એ કૅથલિક ધર્મ છે.’”—ડૉમીન્યુસ યેસ્યુસ.
‘બધા ધર્મો ખરા નથી’
પોપ જોન પૉલ બીજાએ જણાવ્યું કે રૅંટઝીંગરે જે કહ્યું એ “બીજા કોઈ ધર્મની વિરોધમાં ન હતું.” તેમ છતાં, પ્રોટેસ્ટંટ ચર્ચ તેમની વિરોધમાં હતા. દાખલા તરીકે, જૂન ૨૦૦૧માં ઉત્તર આયર્લૅન્ડના બૅલ્ફાસ્ટમાં પ્રોટેસ્ટંટ ચર્ચના અધિકારીઓએ સભા ભરી. ત્યાં એક મિનીસ્ટરે કહ્યું કે કૅથલિક ચર્ચે એટલા માટે એવો દાવો કર્યો હતો જેથી “કૅથલિક ધર્મ બીજા ખ્રિસ્તી ધર્મો સાથે ન જોડાય, પરંતુ અલગ રહે.”
ઘણા વર્ષો પહેલાં પણ કૅથલિકો માનતા કે તેઓનો જ ધર્મ ખરો છે. પરંતુ, રૅંટઝીંગરના દાવા વિષે આયર્લૅન્ડમાં પ્રોટેસ્ટંટ ચર્ચના બિશપ રોબીન ઍમ્સે કહ્યું: ‘જો તે એમ કહેતા હોય કે કૅથલિક ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ છે જ નહિ તો, એ મારું અપમાન કર્યા બરાબર છે.’
પરંતુ શા માટે રૅંટઝીંગરે કૅથલિક ચર્ચ વિષે આવો દાવો કર્યો હતો? કેમ કે આઈરીશ ટાઈમ્સ છાપા પ્રમાણે: ‘જોસફ રૅંટઝીંગરને ચિંતા કોરી ખાતી હતી કે બધા જ ધર્મ સારા હોય તો કૅથલિક ધર્મનું શું?’ તેથી તેમણે કહ્યું કે ફક્ત કૅથલિક ધર્મ જ સાચો છે.
તમારે કયો ધર્મ પાળવો જોઈએ?
ઘણા લોકો માને છે કે બધા જ ધર્મો સરખા છે, અને બધા જ સારા છે. તેઓ એ પણ માને છે કે ‘દરેક વ્યક્તિએ કયો ધર્મ પાળવો જોઈએ એ પોતે જ નક્કી કરવું જોઈએ.’
એમ લાગે છે કે આ વિચાર ઘણો સારો છે. પરંતુ એના લીધે ઘણા નવા ધર્મો અને પંથો દરરોજ ઊભા થાય છે. અમુક કહેશે કે ‘ઘણા ધર્મો હોય તો, શું એ સારી બાબત નથી? બધા લોકો ધાર્મિક તો છે ને.’ તોપણ, એક લેખક સ્ટીવ બ્રુસ કહે છે કે, ‘ધર્મના લીધે લોકોમાં ભેદભાવ વધ્યો છે, એટલે તેઓ જુદા જુદા ધર્મો શરૂ કરે છે. હવે લોકોને પોતાની માન્યતા વિષે કંઈ પડી નથી.’—પ્રોટેસ્ટંટ ચર્ચમાં મતભેદ.
તો પછી, કોનો વિચાર સાચો છે? શું એક જ ધર્મ હોવો જોઈએ? પરમેશ્વરની નજરે શું કૅથલિક ધર્મ પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧; ૨ તીમોથી ૩:૧૬, ૧૭) હવે પછીના લેખમાં આપણે જોઈશું કે પરમેશ્વર કયા ધર્મને વધારે પસંદ કરે છે.
સાચો છે? કે બીજા ધર્મો સાચા છે? આ વિષે પરમેશ્વરના વિચારો જાણવા ખૂબ મહત્ત્વનું છે. પરંતુ, એ વિચારો શામાં લખેલા છે? પરમેશ્વરના શબ્દ, બાઇબલમાં. (