સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

જો કોઈ ખ્રિસ્તી ભાઈ-બહેનને એમ લાગતું હોય કે તેના મગજમાં કોઈ અવાજો સંભળાય છે તો, શું એનો અર્થ એ છે કે ભૂતો તેમને હેરાન કરે છે?

જરાય નહિ. પરંતુ, જો કોઈને જાતજાતના અવાજ સંભળાતા હોય કે અજબગજબનાં દૃશ્યો દેખાતા હોય તો શું? ડૉક્ટર પાસે તપાસ કરાવ્યા પછી, તેઓને ખબર પડે છે કે તેઓ કોઈ જાતના માનસિક રોગનો ભોગ બન્યા છે. ફક્ત અમુક કિસ્સામાં જ ભૂતો ખરેખર લોકોને હેરાન કરે છે.

પહેલી સદીમાં પણ જોવા મળ્યું હતું કે ઘણા કિસ્સામાં ભૂત વળગવાના લક્ષણો, માનસિક રોગના લક્ષણોને મળતા આવતા હતા. દાખલા તરીકે, માત્થી ૧૭:૧૪-૧૮માં એક પિતા પોતાના છોકરાને સાજો કરવા માટે ઈસુ પાસે લઈ જાય છે. એમ લાગતું હતું કે તેને વાઈની બીમારી (એપિલેપ્સી) હતી. પરંતુ, ખરેખર તેને ભૂત વળગેલું હતું. બીજા એક કિસ્સામાં, લોકો ઈસુ આગળ અનેક દર્દીઓને સાજા કરવા માટે લઈ આવ્યા હતા. તેઓમાં અમુક ‘ભૂત વળગેલાઓ’ તથા ‘વાઈના દર્દીઓ’ હતા. (માથ્થી ૪:૨૪, પ્રેમસંદેશ) આ બતાવે છે કે અમુક વાઈના દર્દીઓને ખરેખર ભૂત વળગ્યું ન હતું. પરંતુ, એ ફક્ત મગજની બીમારી હતી.

વાઈની જેમ સ્કિઝોફ્રેનિયા એક માનસિક રોગ છે. આ રોગને લીધે વ્યક્તિને ઘણી વાર પોતાના મનમાં અનેક અવાજો સંભળાય છે. તેમ જ, તે વિચિત્ર બાબતો જુએ છે કે અનુભવે છે. * બીજા માનસિક રોગ એવા છે જેમાં વ્યક્તિ એકદમ મૂંઝાઈ જાય છે. પછી તે વિચારવા માંડે છે કે ભૂતો તેના મગજમાં ઘૂસી ગયા છે. તેથી, જો કોઈ પણ ખ્રિસ્તી વિચિત્ર બાબતો અનુભવે તો, એમ ન માની લેવું જોઈએ કે ભૂત વળગ્યું હશે. પરંતુ, એવું માનતા પહેલાં તેણે ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. ઘણી વખત માનસિક બીમારીને લીધે તેઓ વિચિત્ર રીતે વર્તતા હોય છે અને તબીબી સારવારથી એ રોગને કાબૂમાં લાવી શકાય છે.

[ફુટનોટ્‌સ]

^ “ટેકિંગ ધ મિસ્ટ્રી આઉટ ઓફ મેન્ટલ ઈલનેસ” વિષેનો લેખ સપ્ટેમ્બર ૮, ૧૯૮૬ના સજાગ બનો! (અંગ્રેજી)માં જુઓ.