સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ખુશીથી પરમેશ્વરના રાજ્ય વિષે જણાવનારા” તેઓ ભેગા મળે છે

“ખુશીથી પરમેશ્વરના રાજ્ય વિષે જણાવનારા” તેઓ ભેગા મળે છે

“ખુશીથી પરમેશ્વરના રાજ્ય વિષે જણાવનારા” તેઓ ભેગા મળે છે

આજે નીતિ નિયમો બગડતા જાય છે અને રાજકારણમાં પણ ભ્રષ્ટાચાર વધી ગયો છે. તેમ જ, પૈસાની અછત પણ વધી રહી છે. આવી મુશ્કેલીઓએ આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. આટલી અઘરી પરિસ્થિતિમાં પણ, યહોવાહના સાક્ષીઓ ત્રણ દિવસના “ખુશીથી પરમેશ્વરના રાજ્ય વિષે જણાવનારા” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનોમાં ભેગા મળ્યા હતા. આ મહાસંમેલનો મે ૨૦૦૨થી શરૂ થયા અને આખી દુનિયામાં યોજાયા હતાં.

આ મહાસંમેલનોથી ઘણી જ ખુશી મળી હતી. આ બાઇબલને લગતો કાર્યક્રમ, શું તમને યાદ છે? ચાલો આપણે એને ટૂંકમાં જોઈએ.

પહેલા દિવસે ઈસુના ઉત્સાહ વિષે સમજાવ્યું

મહાસંમેલનના પહેલા દિવસનો વિષય હતો, “આપણા પ્રભુ ઈસુ જેવો જ ઉત્સાહ બતાવો.” (યોહાન ૨:૧૭) દર વખતની જેમ, આ સંમેલનમાં પણ દરેકના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. સૌથી પહેલા, “ખુશીથી પરમેશ્વરના રાજ્ય વિષે જણાવનારા, ભેગા મળી આનંદ કરો” એ ટૉકથી, દરેકનું સ્વાગત કરવામાં આવ્યું. (પુનર્નિયમ ૧૬:૧૫) ટૉક પછી, ભાઈબહેનોના ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યા હતા જેઓ હોંશથી બધાને સુસમાચાર જણાવે છે.

ત્યાર પછી, “યહોવાહમાં આનંદ કરો” એ ટૉકમાં ગીતશાસ્ત્ર ૩૭:૧-૧૧ની દરેક કલમની ઊંડી સમજણ આપવામાં આવી. એમાં જણાવ્યું કે દુષ્ટોની આબાદીથી, તું “ખીજવાઈશ નહિ.” તેઓ આપણને ખોટાં કહે તોપણ, યહોવાહ જાણે છે કે તેમના વિશ્વાસુ સેવકો કોણ છે. ત્યાર પછીની ટૉકનો વિષય હતો “આભારી બનો.” એમાં બતાવ્યું કે આપણે કઈ રીતે યહોવાહનો આભાર માની શકીએ. તેમ જ, આપણે યહોવાહને “આભારસ્તુતિના અર્પણ” કરવા જ જોઈએ. (હેબ્રી ૧૩:૧૫, IBSI) વળી, યહોવાહની સેવામાં બનતું બધું જ કરીને, ચાલો તેમને બતાવીએ કે આપણે તેમના કેટલા આભારી છીએ!

એના પછીની મુખ્ય ટૉકનો વિષય હતો, “પૂરા હોંશથી સુસમાચાર જણાવનારા.” એમાં આપણે જોયું કે, ઈસુએ બતાવેલો ઉત્સાહ એ આપણા માટે સૌથી સરસ દાખલો છે. સ્વર્ગમાં ૧૯૧૪માં રાજ્ય સ્થપાયું પછી, પ્રચાર કરવા માટે દરેક ખ્રિસ્તીઓને ઉત્સાહની જરૂર હતી. ભાઈએ ૧૯૨૨માં થયેલા, સીદાર પોઈન્ટ ઓહાયો, યુ.એસ.એ.ના મહાસંમેલનની યાદ અપાવી કે, “રાજા અને તેમના રાજ્યને જાહેર કરો”! ધીરે ધીરે આ ઉત્સાહે, પરમેશ્વરના વફાદાર સેવકોને બધા દેશોમાં સુસમાચાર પ્રચાર કરવાનું ઉત્તેજન આપ્યું.

પહેલા દિવસની બપોરની ટૉકનો વિષય હતો, “ગભરાશો નહિ, યહોવાહ આપણી સાથે છે.” એમાં આપણે જોઈ ગયાં કે, શેતાન યહોવાહના લોકો પર તીખી નજર રાખે છે. આપણને શેતાન પોતાની જાળમાં ફસાવવા બનતું બધું જ કરી રહ્યો છે. પરંતુ, બાઇબલ પર અને આપણા સમયના અનુભવો પર મનન કરવાથી, આપણને પરીક્ષણોનો સામનો કરવા હિંમત મળે છે.—યશાયાહ ૪૧:૧૦.

ત્યાર પછી, “મીખાહની ભવિષ્યવાણી યહોવાહમાં આપણો વિશ્વાસ દૃઢ કરે છે,” એ ટૉક આપવામાં આવી. એ ત્રણ ભાગમાં હતી. પહેલા ભાગમાં, ભાઈએ મીખાહના સમયના સાચા ધર્મના વિરોધીઓ, નૈતિક ધોરણો અને પૈસા પાછળની દોડને આપણા સમય સાથે સરખાવ્યો. તેમણે કહ્યું: “જો આપણે યહોવાહની આજ્ઞાઓ પાળીશું અને સારું વર્તન રાખીશું, તેમ જ યહોવાહની સેવાને જ જીવનમાં પ્રથમ રાખીશું અને તેમનો દિવસ આવશે જ એ યાદ રાખીશું તો, ભવિષ્યનું જીવન આપણને ચોક્કસ મળશે.”—૨ પીતર ૩:૧૧, ૧૨.

બીજા ભાગમાં, ભાઈએ બતાવ્યું કે મીખાહે કઈ રીતે યહુદાના આગેવાનોનો વિરોધ કર્યો. તેઓએ ગરીબ અને નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો. પરંતુ, મીખાહે અગાઉથી કહ્યું હતું કે ફક્ત સત્યની જ જીત થશે. (મીખાહ ૪:૧-૫) તેથી, ગમે તે થાય પણ, લોકોને યહોવાહ વિષે જણાવવાનો આપણે પાક્કો નિર્ણય કરવો જોઈએ. પરંતુ, બીમારી કે બીજી કોઈ તકલીફો ને લીધે આપણે વધારે પ્રચાર ન કરી શકીએ તો શું? ત્રીજા ભાગમાં આપણે જોઈ ગયાં કે, “યહોવાહ આપણી પાસે હદની બહાર માંગતા નથી.” તેમણે મીખાહ ૬:૮ કલમની ઊંડી ચર્ચા કરી, જે કહે છે: “ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવાહ તારી પાસે બીજું શું માગે છે?”

આજે દુનિયામાં, દિવસે દિવસે પાપ વધતું જ જાય છે. એની ગંદી હવા આપણને પણ લાગી શકે છે. એવા સમયે, “પોતાના દિલની સંભાળ રાખી, પવિત્ર રહો” એ ટૉકથી આપણને ઘણો જ લાભ થયો હતો. જેમ કે, પવિત્ર રહેવાથી આપણું લગ્‍નજીવન સુખી બની શકે. વળી સાચા ખ્રિસ્તી હોવાથી, આપણે આવા પાપમાં પડવાનો વિચાર પણ ન કરવો જોઈએ. —૧ કોરીંથી ૬:૧૮.

“જુઠુ બોલવાથી દૂર રહો,” એ ટૉકમાં આપણે જોયું કે સાચા ધર્મની જુઠી વાતો ફેલાવનાર કે મીઠું-મરચું ભભરાવીને કહેલી જુઠી વાતોને આપણે ઝેર જેવી ગણવી જોઈએ. (કોલોસી ૨:૮) તેથી, એમ વિચારી પોતાને છેતરવા ન જોઈએ કે, ‘હું પાપ કરીશ તો પણ મને કંઈ જ નહિ થાય.’

પહેલા દિવસની છેલ્લી ટૉકનો વિષય હતો, “ફક્ત સાચા પરમેશ્વરની જ સેવા કરો.” આજે દુનિયામાં પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. પરંતુ, યહોવાહ જલદી જ નવી દુનિયા લાવશે, એ જાણીને કેટલી ખુશી થઈ હતી! પણ, એમાં કોને જીવન મળશે? ફક્ત જેઓ યહોવાહની સેવા કરે છે તેઓને જ સુખી જીવન મળશે. તેથી, આપણાં અભ્યાસ માટે નવી પુસ્તક વર્શિપ ધ ઓન્લી ટ્રૂ ગૉડ બહાર પાડી. એ પુસ્તકથી આપણને, આપણાં બાળકોને અને બાઇબલ વિદ્યાર્થીઓને ઘણી જ મદદ મળશે. ખરેખર, એને મેળવીને આપણને કેટલો આનંદ થયો હતો!

બીજા દિવસે, ભલાઈ વિષે સમજાવ્યું

મહાસંમેલનના બીજા દિવસનો વિષય હતો, “ભલા કામો માટે જોશીલા બનો.” (૧ પીતર ૩:૧૩) શરૂઆતમાં ભાઈએ એ દિવસના વચનની સમજણ આપી. વળી, તેમણે ભાર આપ્યો કે દિવસના વચનમાંથી, દરરોજ આપણા જીવનમાં કંઈક ઉતારવું જોઈએ અને એમ કરવાથી આપણો ઉત્સાહ વધે છે.

ત્યાર પછીની ટૉકનો વિષય હતો, “સેવાની મહિમા વધારતા પ્રચારકો.” એ પણ ત્રણ ભાગમાં હતી. પહેલા ભાગમાં, લોકોને બાઇબલ કઈ રીતે સમજાવું એ બતાવ્યું. (૨ તીમોથી ૨:૧૫) આપણે બાઇબલનો ઉપયોગ એ રીતે કરીએ કે, લોકોના જીવન પર એની ઊંડી અસર પડે. (હેબ્રી ૪:૧૨) તેમ જ, આપણે લોકોનું ધ્યાન બાઇબલ તરફ ખેંચીએ અને તેઓના દિલ સુધી પહોંચે એ રીતે સમજાવીએ. બીજા ભાગમાં, આપણે જોયું કે, જેઓ બાઇબલ વિષે શીખવવા માંગતા હોય તેઓની, વારંવાર મુલાકાત લો. (૧ કોરીંથી ૩:૬) એમ કરવા માટે આપણે સારી તૈયારી કરવી જોઈએ અને કોઈ પણ બીક રાખ્યા વગર તેઓને શીખવવું જોઈએ. ત્રીજા ભાગમાં જોયું કે, આપણે એમ વિચારવું જોઈએ કે દરેક વ્યક્તિ એક દિવસ યહોવાહના સેવક થશે. વળી, પહેલી જ મુલાકાતમાં બાઇબલ શીખવવાની ઑફર કરવાથી, આપણે ઘણી વ્યક્તિઓને યહોવાહના સેવક બનવા મદદ કરી શકીશું.

ત્યાર પછીની ટૉકનો વિષય હતો, “શા માટે ‘કાયમ પ્રાર્થના’ કરવી?” બાઇબલ સલાહ આપે છે કે, આપણે જીવનની દરેક પળોમાં પરમેશ્વરનું માર્ગદર્શન લઈએ. તેથી આપણે પ્રાર્થના કરવા માટે સમય કાઢવો જોઈએ. યહોવાહ આપણી પ્રાર્થનાનો જવાબ આપે ત્યાં સુધી, તે ચાહે છે કે આપણે પ્રાર્થના કરતા રહીએ.—યાકૂબ ૪:૮.

“પ્રભુની વાતો કરતા રહેવાથી દૃઢ બનીશું” એ ટૉકે આપણી વાણીનો સૌથી સારો ઉપયોગ કરવા જણાવ્યું. (ફિલિપી ૪:૮) ખાસ કરીને પોતાના લગ્‍ન સાથી અને બાળકો સાથે દરરોજ યહોવાહ વિષે વાતચીત કરવી જોઈએ. એમ કરવા, કુટુંબોએ દરરોજ ઓછામાં ઓછું એક વખત સાથે જમવા બેસવું જોઈએ, જેથી એકબીજાને ઉત્તેજન મળે એવી વાતચીત થઈ શકે.

સવારનો પ્રોગ્રામ “સમર્પણ અને બાપ્તિસ્મા મુક્તિ આપે છે” એ ટૉકથી સમાપ્ત થયો. બાપ્તિસ્મા લેનારાઓ પહેલા યહોવાહ વિષે શીખ્યા અને યહોવાહમાં શ્રદ્ધા બતાવી. પછી ખોટાં કામોનો પસ્તાવો કર્યો અને એવા કામોને છોડી દીધા. છેવટે તેઓએ પોતાનું સમર્પણ યહોવાહને કર્યું હતું. પછી ભાઈએ જણાવ્યું કે, તેઓ પરમેશ્વરની સેવામાં પ્રગતિ કરતા જ રહે અને પોતાના ઉત્સાહને ઠંડો પડવા ન દે.—ફિલિપી ૨:૧૫, ૧૬.

“જીવન સાદુ રાખો” એ બપોરની ટૉકમાં બે મુખ્ય મુદ્દા પર ભાર મૂકયો હતો. સાદું રાખવાનો અર્થ થાય કે ઊંચા ઊંચા સપના જોવાને બદલે જે છે એમાં સંતોષ રાખીએ. વળી, સાદું જીવન એટલે કે આપણી આંખ “નિર્મળ” રાખવી અને આપણું મન ધન-દોલતમાં નહિ, પણ પરમેશ્વરના રાજ્ય તરફ રાખવું જોઈએ. એમ કરવા આપણે ચિંતા ન કરીએ કેમ કે યહોવાહ આપણી જરૂરિયાતો પૂરી પાડશે.—માત્થી ૬:૨૨-૨૪, ૩૩, ૩૪.

ત્યાર પછીની ટૉક હતી, શા માટે આપણે ‘દુઃખના સમયમાં યહોવાહ પર ભરોસો મૂકીએ.’ એમાં ભાઈએ, આપણામાં ખામીઓ હોય અથવા પૈસાની તાણ કે બીમારીઓની તકલીફ હોય તો કઈ રીતે સહન કરી શકીએ એ બતાવ્યું. વળી તેમણે જણાવ્યું કે, ડહાપણ માટે યહોવાહ પાસે મદદ માંગીએ અને બીજાઓની પણ મદદ લઈએ. હતાશ થવાને બદલે બાઇબલમાંથી મનન કરી, પરમેશ્વરમાં ભરોસો દૃઢ કરીએ.—રૂમીઓને પત્ર ૮:૩૫-૩૯.

મહાસંમેલનની છેલ્લી ટૉકનો વિષય હતો, “જુદાં જુદાં પરીક્ષણોથી આપણા વિશ્વાસની કસોટી થાય છે.” એ પણ ત્રણ ભાગમાં હતી. પહેલા ભાગમાં યાદ અપાવ્યું કે, આપણા બધા પર સતાવણી આવે છે. પણ એનાથી બીજાઓને સાક્ષી મળે છે. વળી, આપણો વિશ્વાસ દૃઢ થાય છે અને પરમેશ્વરને આપણી વફાદારી બતાવવાની પણ તક મળે છે. જોકે આપણે પોતાનું જીવન જોખમમાં મૂકવાં માંગતા નથી છતાં, સતાવણીથી દૂર ભાગવા આપણે બાઇબલના શિક્ષણની વિરુદ્ધ જવું જોઈએ નહિ.—૧ પીતર ૩:૧૬.

બીજા ભાગમાં ભાઈએ, વફાદારીને લગતા પ્રશ્નો પૂછ્યા. પહેલાના ખ્રિસ્તીઓ યુદ્ધની વિરુદ્ધ ન હતા. પરંતુ, તેઓ જાણતા હતા કે તેઓએ પરમેશ્વરને વફાદાર રહેવાનું છે. તેમ જ, આજે યહોવાહના સાક્ષીઓ માને છે કે તેઓ આ “જગતના નથી.” (યોહાન ૧૫:૧૯) આપણી વફાદારીની ગમે ત્યારે કસોટી થઈ શકે છે. તેથી, દરેક કુટુંબે સમય કાઢીને બાઇબલ શું સૂચના આપે છે, એ તપાસવું જોઈએ. ત્રીજા ભાગમાં આપણે જોયું કે, શેતાનનો હેતુ આપણને મારી નાખવાનો નહિ, પણ યહોવાહની વિરુદ્ધ કરવાનો છે. એ માટે તે બનતું બધું જ કરી રહ્યો છે. અરે, પાપમાં પડવા દબાણો પણ લાવે છે. તેથી આપણી કોઈ મજાક કરે, મન દુઃખ લાવે કે પછી બીમારીઓ આવે એ આપણે સહન કરીએ અને યહોવાહના નામને મહિમા આપીએ.

એ દિવસની છેલ્લી ટૉકનો વિષય હતો, “યહોવાહની નજીક આવો.” યહોવાહ સદ્‍ગુણોથી ભરપૂર છે તેથી આપણને તેમની ભક્તિ કરવી ગમે છે. તે પોતાની અપાર શક્તિ દ્વારા ખાસ કરીને પોતાના ભક્તોની શ્રદ્ધા મજબૂત રાખવા મદદ કરે છે. યહોવાહનો ન્યાય કઠોર નથી. પરંતુ તેમનો એ ગુણ, દરેક ન્યાયી વ્યક્તિને કાયમી જીવન આપવા પ્રેરે છે. પરમેશ્વરે બાઇબલ લખવા અપૂર્ણ માનવીઓનો ઉપયોગ કર્યો, એ જ તેમનો ડહાપણનો ગુણ બતાવે છે. યહોવાહ પોતે પ્રેમથી ભરપૂર છે. તેથી, માનવોના બચાવ માટે તેમણે ઈસુને પૃથ્વી પર મોકલ્યા. (યોહાન ૩:૧૬) એને લગતી નવી પુસ્તક, ડ્રૉ ક્લોઝ ટુ જેહોવા બહાર પાડીને ભાઈએ ટૉક પૂરી કરી.

ત્રીજા દિવસે, સારાં કામોનો ઉત્સાહ બતાવવા વિષે સમજાવ્યું

મહાસંમેલનના ત્રીજા દિવસનો વિષય “સારાં કામ કરવાને આતુર લોકો” હતો. (તીતસ ૨:૧૪) સવારના પહેલા કાર્યક્રમમાં એક કુટુંબ એ દિવસના વચનની ચર્ચા કરે છે. ત્યાર પછીની ટૉક હતી, “શું તમારો ભરોસો યહોવાહ પર છે?” આજે લોકોએ પોતાની જ અક્કલ અને શક્તિ પર ખોટો ભરોસો મૂકયો છે. પરંતુ, યહોવાહના સેવકો મુશ્કેલીઓમાં પણ હિંમત હારતા નથી અને ખુશીથી ફક્ત તેમના પર જ ભરોસો મૂકે છે.—ગીતશાસ્ત્ર ૪૬:૧-૩, ૭-૧૧.

“યુવાનો—યહોવાહની સંસ્થામાં પોતાનું ભવિષ્ય બનાવો,” એ ટૉકમાં પ્રશ્ન પૂછ્યો: કઈ રીતે યુવાનો પોતાના જીવનનો સૌથી સારો ઉપયોગ કરી શકે? એ પૈસા, કે નામ કમાવાથી નહિ. પણ આપણા ઉત્પન્‍નકર્તાની ભક્તિ કરવાથી જીવનનો સૌથી સારો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી ભાઈએ કેટલાક યુવાનોના ઇન્ટર્વ્યૂં લીધા કે જેઓએ યહોવાહની સેવા કરીને ખુશીઓ અનુભવી છે. આપણે નવી પત્રિકા યૂથ્સ—વોટ વીલ યુ ડુ વીથ યૉર લાઇફ? મેળવી જે ઘણી જ ઉપયોગી હતી. યુવાનો યહોવાહની સંસ્થામાં કાયમ માટે પોતાનું ભવિષ્ય બનાવે માટે એ પત્રિકા મદદ કરી શકે છે.

ત્યાર પછી બાઇબલના જમાનાનું એક નાટક હતું, “મુસીબતો છતાં, યિર્મેયાહે હિંમત રાખી.” એમાં યિર્મેયાહ યુવાન હતા ત્યારથી માંડીને યરૂશાલેમનો વિનાશ થયો ત્યાં સુધીની તેમની સેવાનું ટૂંકું વર્ણન છે. યરૂશાલેમના વિનાશ વિષે તેમણે ઉત્સાહથી ભાખ્યું હતું. યિર્મેયાહને લાગતું હતું કે, તે પોતાની સોંપણી માટે લાયક ન હતા. પરંતુ, તેમણે વિરોધ સહન કરીને પણ સોંપણી પૂરી કરી અને યહોવાહે તેમને બચાવ્યા.—યિર્મેયાહ ૧:૮, ૧૮, ૧૯.

નાટક પછીની ટૉકનો વિષય હતો, “યિર્મેયાહ જેવા બનો, હિંમતથી પ્રચાર કરો.” આજે આપણા વિષે ઘણી ખોટી અફવા ફેલાવવામાં આવે છે. (ગીતશાસ્ત્ર ૧૦૯: ૧-૩) યિર્મેયાહની જેમ, આપણે યહોવાહના શબ્દ બાઇબલ વાંચીને હતાશાથી દૂર થઈ શકીએ છીએ. એ પણ ભરોસો રાખી શકીએ કે આપણા દુશ્મનો ટકશે નહિ.

“આ સંસારનો રંગ બદલાતો રહે છે,” એ પ્રવચન ખરેખર સમયસરનું હતું. આપણા સમયમાં સૌથી મોટા ફેરફારો આવશે એમ પહેલેથી જણાવવામાં આવ્યું છે. બાઇબલમાં ભવિષ્ય લખ્યું છે કે આવા ફેરફારો આવશે એ પહેલા “શાંતિ તથા સલામતી” છે એવી વાતો સંભળાશે, ત્યાર પછી યહોવાહના ન્યાયકરણનો દિવસ શરૂ થશે. (૧ થેસ્સાલોનીકી ૫:૩) એ દિવસ સુંદર ફેરફારો લાવશે, જેમ કે યુદ્ધો, ગુના, હિંસા અને રોગોનો અંત આવી જશે. આ જગત પર ભરોસો રાખવાને બદલે, અત્યારે પરમેશ્વરની ભક્તિ કરવાનો અને આપણું વર્તન સારું રાખવાનો સમય છે.

એ અઠવાડિયાના ચોકીબુરજ લેખના સારાંશ પછી, મહાસંમેલનનો છેલ્લા વાર્તાલાપનો વિષય હતો, “પરમેશ્વરના રાજ્ય પ્રચારકો તરીકે સારાં કામ કરો.” એમાં ભાઈએ જણાવ્યું કે કાર્યક્રમમાંથી આપણી શ્રદ્ધા મજબૂત થઈ છે. તેમ જ આપણને યહોવાહ પર ભરોસો રાખવાનું ઉત્તેજન મળ્યું છે. સમાપ્તિમાં, આપણે શુદ્ધ, પ્રેમાળ બનીએ અને પરમેશ્વરના રાજ્યનો રાજી ખુશીથી પ્રચાર કરવાની અરજ આપી હતી.

નહેમ્યાહના દિવસમાં યહોવાહના સેવકોના જેવા ઉત્સાહ સાથે આપણે, “ખુશીથી પરમેશ્વરના રાજ્ય વિષે જણાવનારા” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાંથી મળેલા આશીર્વાદોથી આનંદ કરતા ઘરે પાછા ફર્યા હતા. (નહેમ્યાહ ૮:૧૨) આ ઉત્તેજન આપતા મહાસંમેલને શું તમને આનંદથી ભરી દીધા છે અને હવે તમે કાયમ પરમેશ્વરની સેવા કરવાનું નક્કી કર્યું છે?

[પાન ૨૩ પર બોક્સ/ચિત્ર]

અભ્યાસમાં મદદ!

મહાસંમેલનના પહેલા દિવસના અંતે, દરેકને વર્શિપ ધી ઓન્લી ટ્રૂ ગૉડ પુસ્તક મેળવી ઘણો જ આનંદ થયો. આ પુસ્તકને ખાસ અભ્યાસ માટે બનાવ્યું છે. વિદ્યાર્થી સાથે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી લઈ જાય છે એ પુસ્તકના અભ્યાસ પછી, આ પુસ્તકનો અભ્યાસ કરી શકાય એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સાચે જ, આ પુસ્તક “અનંતજીવનને માટે પસંદ કરાયેલા” છે તેઓનો વિશ્વાસ દૃઢ કરશે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮, IBSI.

[ક્રેડીટ લાઈન]

Image on book cover: U.S. Navy photo

[પાન ૨૪ પર બોક્સ/ચિત્રો]

પરમેશ્વરના મિત્ર બનવા મદદ

મહાસંમેલનના બીજા દિવસના અંતે, ભાઈએ નવા પુસ્તકની જાહેરાત કરી: ડ્રૉ ક્લોઝ ટુ જેહોવા. એમાં મુખ્ય ચાર ભાગો છે. એ દરેક ભાગ યહોવાહના મુખ્ય ગુણો એટલે કે શક્તિ, ન્યાય, ડહાપણ અને પ્રેમ વિષે સમજાવે છે. દરેક ભાગનું પ્રકરણ બતાવે છે કે ઈસુ ખ્રિસ્તે કઈ રીતે પરમેશ્વરના ગુણોનું અનુકરણ કર્યું. આ પુસ્તક આપણને અને આપણા બાઇબલ વિદ્યાર્થીઓને, યહોવાહ પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા મદદ કરે છે.

[પાન ૨૬ પર બોક્સ/ચિત્રો]

યુવાનો માટે સાચો રસ્તો

મહાસંમેલનના ત્રીજા દિવસે એક ખાસ પત્રિકાની જાહેરાત થઈ યૂથ્સ—વોટ વીલ યુ ડુ વીથ યૉર લાઇફ? આ પત્રિકા ખાસ કરીને યહોવાહના સાક્ષીઓના યુવાનો માટે તૈયાર કરવામાં આવી છે. એ યુવાનોને પોતાના ભવિષ્ય વિષેના યોગ્ય નિર્ણયો લેવા મદદ કરશે. વળી, પોતાના જીવનમાં યહોવાહની સેવાને જ પ્રથમ રાખે એવી સરસ સલાહ પણ એમાં આપી છે.