પ્રભાતના ઝાકળ જેવી તાજગી આપતા યુવાનો
“મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ”
પ્રભાતના ઝાકળ જેવી તાજગી આપતા યુવાનો
“મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ,” ઈસુએ યુવાનો અને બાળકોને પણ આમ કહ્યું હતું. (માત્થી ૧૧:૨૮) પરંતુ લોકો પોતાના બાળકોને ઈસુની પાસે લાવ્યા ત્યારે, ઈસુના શિષ્યોએ તેઓને અટકાવ્યા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું કે, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા.” પછી ઈસુએ “તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.” (માર્ક ૧૦:૧૪-૧૬) હા, ઈસુ બાળકોને ખૂબ ચાહતા હતા.
બાઇબલ આપણને એવા ઘણા વિશ્વાસુ યુવાનો અને બાળકો વિષે જણાવે છે, જેઓએ યહોવાહની સેવામાં સુંદર ઉદાહરણ બેસાડ્યું છે. લાંબા સમય પહેલાં ગીતશાસ્ત્રમાં ભાખવામાં આવ્યું હતું કે યુવાનોની સંગત, “પ્રભાતના ઝાકળ” જેવી તાજી હોય છે. એમાં “જુવાનો તથા કન્યાઓ” વિષે પણ કહેવામાં આવ્યું છે, જેઓ યહોવાહના નામને મહિમા આપે છે.—ગીતશાસ્ત્ર ૧૧૦:૩; ૧૪૮:૧૨, ૧૩.
યુવાનો ખીલી શકે એવી સુંદર જગ્યા
બાઇબલ ઝાકળને પુષ્કળ આશીર્વાદ સાથે સરખાવે છે. તેથી, યુવાનોને ‘પ્રભાતના ઝાકળ’ જેવા કહેવા, એ કેવું બંધબેસે છે! (ઉત્પત્તિ ૨૭:૨૮) ખરેખર, ઝાકળ તાજગીથી ભરપૂર અને આનંદ આપનારું હોય છે. અરે, એનાથી જીવન પણ ટકી રહે છે! ઈસુના રાજમાં આજે હજારો ખ્રિસ્તી યુવાનો રાજીખુશીથી પરમેશ્વરની સેવા કરે છે. ઝાકળથી ગુલાબ ખીલી ઊઠે છે તેમ, આજે ઘણા યુવાનો હોંશથી યહોવાહની સેવા કરી રહ્યા છે. તેઓ યહોવાહના ભક્તોને પણ મદદ કરી રહ્યા છે, જેથી તેઓ પણ ગુલાબની જેમ ખીલી શકે.—ગીતશાસ્ત્ર ૭૧:૧૭.
આ ખ્રિસ્તી યુવાનો ફક્ત બીજાઓને જ તાજગી આપતા નથી. પરંતુ તેઓને પોતાને પણ સેવા કરવામાં ખૂબ જ મજા આવે છે. યહોવાહના સંગઠનમાં યુવાનો પોતે પણ ખરેખર ખીલી શકે છે. સારા આચરણોને એકદમ વળગી રહીને આ યુવાનો પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખે છે, જેનાથી તેઓને ખૂબ આનંદ મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯) મંડળમાં તેઓ સારાં કામો કરવામાં લાગુ રહે છે અને સારા મિત્રો મેળવે છે. એનાથી તેઓને જીવનમાં ખૂબ ખુશી મળે છે.
તાજગી અને ઉત્તેજન આપતા યુવાનો
ખ્રિસ્તી યુવાનો બીજાઓને તાજગી આપે છે તેમ, તેઓ પોતે પણ કઈ રીતે તાજગી મેળવી શકે? એક યુવતી તાન્યાને મળો. તે મંડળમાં બધી રીતે પૂરા હોંશથી ભાગ લે છે અને દર મહિને ૭૦ કરતાં વધારે કલાક પ્રચાર કામ કરે છે. તેને કેવું લાગે છે? તે કહે છે કે “એનાથી મને ખૂબ જ શક્તિ અને આનંદ મળે છે. યહોવાહ અને તેમનું પૃથ્વી પરનું સંગઠન મારા માટે તાજગી આપતું અને ‘બળવંત’ પુરવાર થયું છે.”—નીતિવચનો ૩:૮.
એરિયલ બહેન પૂરા સમયની સેવા કરે છે અને મંડળમાં મળતા પરમેશ્વરના શિક્ષણની ખૂબ કદર કરે છે. તે કહે છે: “હું ખ્રિસ્તી સભાઓમાં, સંમેલનોમાં કે એસેમ્બ્લીમાં જઉં છું ત્યારે, યાકૂબ ૨:૨૩.
પરમેશ્વરના શિક્ષણમાંથી પૂરો લાભ ઉઠાવું છું. અને એ મને પરમેશ્વરની સેવા કરવામાં તાજગી આપે છે. મને એ જાણીને પણ ખૂબ આનંદ મળે છે કે આખી દુનિયા ફરતે મારા જેવા બીજા ઘણા પરમેશ્વરના ભક્તો છે.” તેને સૌથી વધારે તાજગી ક્યાંથી મળે છે? તે કહે છે કે “જ્યારે હું જોઉં છું કે આ દુષ્ટ જગત લોકો પર કેટલા દુઃખો લાવે છે ત્યારે, એ જાણીને મને ખૂબ ખુશી મળે છે કે યહોવાહ મારા ગાઢ મિત્ર છે.”—વીસ વર્ષનો અભિશાઈ યહોવાહની પૂરા સમયની સેવા કરે છે અને મંડળમાં સેવકાઈ ચાકર છે. તે પોતાનો અનુભવ જણાવતા કહે છે: “આજે યુવાનો ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. પણ એને કઈ રીતે હાથ ધરવી એ હું પોતે જાણું છું, અને એનાથી મને ખૂબ તાજગી મળે છે. બાઇબલ સત્યએ ખાસ કરીને મને એ જોવા મદદ કરી છે કે મારે તનમનથી યહોવાહ પરમેશ્વરની સેવા કરવા શું કરવું જોઈએ.”
એન્ટોનિયો સ્કૂલમાં હતો ત્યારે ખૂબ ગરમ મિજાજનો હતો. એક વાર તો તેણે ગુસ્સામાં આવી જઈને ક્લાસમાં ખુરશી ઉપાડીને એક વિદ્યાર્થીને માર્યો હતો. તેમ જ બીજા એકને તેણે અણીદાર પેન્સિલ ભોંકી દીધી હતી. એન્ટોનિયોથી બધા દૂર જ રહેતા હતા! પરંતુ બાઇબલ શિક્ષણે તેના વર્તનને બદલી નાખ્યું. હવે તે ૧૯ વર્ષનો છે અને મંડળમાં સેવકાઈ ચાકર અને પાયોનિયર તરીકે સેવા આપે છે. તે કહે છે: “હું યહોવાહનો ખૂબ આભાર માનું છું કે તેમણે મને સુધરવા મદદ કરી. તેમનું શિક્ષણ લઈને હું મારા પર સંયમ રાખવાનું શીખ્યો છું અને મારું વર્તન બદલી શક્યો છે. આ રીતે હું ઘણી મુશ્કેલીઓને ટાળી શક્યો છું.”
બીજા લોકો પણ યુવાન ખ્રિસ્તીઓના તાજગી આપતા વલણને જુએ છે. ઇટાલીના એક યુવાન મટ્ટેયોનો વિચાર કરો. સ્કૂલમાં તેના શિક્ષકે એક દિવસ ક્લાસને જણાવ્યું કે, જો કોઈ ગંદી ભાષા કે ગાળો બોલશે તો, તેમણે દંડ ભરવો પડશે. થોડા દિવસો પછી, ક્લાસના વિદ્યાર્થીઓએ શિક્ષકને એ નિયમ કાઢી નાખવા વિનંતી કરી. તેઓએ કહ્યું કે, “ગાળો વગર અમે વાત જ કરી શકતા નથી.” મટ્ટેયો એ વિષે વધારે જણાવતા કહે છે: “પરંતુ શિક્ષકે તેઓને જણાવ્યું કે એ સાચું નથી. પછી તેમણે આખા ક્લાસ સામે મને યહોવાહના સાક્ષી તરીકે ઊભો કર્યો. તેમણે મારા વખાણ કર્યા કે હું કોઈ ગાળ કે ગંદી ભાષા બોલતો નથી.”
થાઇલેન્ડની એક સ્કૂલમાં એક ક્લાસના છોકરાઓ ખૂબ તોફાની હતા. તેથી, શિક્ષકે ૧૧ વર્ષના રત્યાને આખા ક્લાસ સામે ઊભો રાખીને તેના વખાણ કરતા કહ્યું: “તમે રત્યાને જોઈને પણ કેમ સુધરતા નથી? તે કેટલો સારો છોકરો છે અને ભણવામાં પણ કેટલો હોશિયાર છે!” પછી તેમણે ક્લાસને કહ્યું: “મને લાગે છે કે રત્યાની જેમ સારા વિદ્યાર્થી બનવા તમારે પણ યહોવાહના સાક્ષી બનવું જોઈએ.”
એ જોઈને કેટલો આનંદ મળે છે કે હજારો યુવાન ખ્રિસ્તીઓ યહોવાહ વિષે વધુને વધુ શીખી રહ્યા છે, અને પૂરા દિલથી તેમની સેવા કરે છે. આ યુવાનો ખરેખર અનુભવી લોકોની જેમ વર્તી રહ્યા છે. યહોવાહ પણ તેઓને મદદ કરે છે જેથી, તેઓ હમણાં સુખી થઈ શકે અને ભાવિમાં સુંદર થયેલી પૃથ્વી પર હંમેશનું જીવન મેળવે. (૧ તીમોથી ૪:૮) આજે પરમેશ્વરથી દૂર હોવાને લીધે, જગતના મોટા ભાગના યુવાનો નિરાશ અને નાસીપાસ થઈ ગયા છે. પરંતુ એ કેટલી ખુશીની વાત છે કે ખ્રિસ્તી યુવાનો ખરેખર તાજગી અને આનંદથી ભરાયેલા છે!