સુખી જીવન ક્યાંથી મળી શકે?
સુખી જીવન ક્યાંથી મળી શકે?
પશ્ચિમ આફ્રિકાના એક નાનકડા ગામમાં યહોશુઆ નામનો છોકરો રહેતો હતો. * તે પોતાના કુટુંબ અને મિત્રોને આવજો કહીને, શહેરમાં સારી નોકરીની શોધમાં નીકળ્યો. તે શહેરમાં રહેવા લાગ્યો. ટૂંક સમયમાં જ તે જોઈ શક્યો કે ઝાડ પર પૈસા ઉગતા નથી.
શહેરના લોકોની જેમ જીવવું તેને અઘરું લાગ્યું, તેથી યહોશુઆ પસ્તાયો. જો કે તે શહેર વિષે જે ધારતો હતો, એ ફક્ત સ્વપ્ન જ હતું. તેથી, યહોશુઆને વિચાર આવ્યો કે તે પાછો તેમના કુટુંબ અને મિત્રો પાસે ગામમાં રહેવા જાય તો સારું થશે. પરંતુ, પાછા જવાનો તેને ડર હતો. તેણે વિચાર્યું કે ‘હું શહેરમાં રહી ન શક્યો એથી ગામના લોકો મારા વિષે શું કહેશે? તેમ જ મારા માબાપ શું વિચારશે?’ અરે, તેઓની આશા હતી કે તે તેઓને પૈસેટકે મદદ કરશે!
તેથી, યહોશુઆ પોતાનું મન મારીને શહેરમાં જ પોતે ધાર્યું હતું એના કરતાં હલકી પ્રકારનું, થોડા પૈસામાં અને રાતદિવસ કામ કર્યું, જેનાથી તે થાકીને લોથપોથ થઈ જતો હતો. તે કુટુંબ સાથે હતો ત્યારે ખ્રિસ્તી મંડળ સાથે ઘણો સમય કાઢી શકતો હતો. પરંતુ, તે હવે એમાં બહું ભાગ લઈ શકતો ન હતો. પોતાના કુટુંબ અને પ્રિય મિત્રોથી તે દૂર હોવાથી, જીવન સૂનું સૂનું લાગતુ હતું. શહેરનું સુખી જીવન તેનું સ્વપ્ન હતું, પરંતુ એના કિસ્સામાં એ સાચું ન પડ્યું.
જો કે યહોશુઆની જેમ અનેક લોકોને કડવો અનુભવ થયો છે. યહોશુઆ સ્વાર્થના કારણથી ગામ છોડીને શહેરમાં સુખ-શાંતિ અને સલામતી શોધવા ગયો ન હતો. પરંતુ, તે ખરેખર એવું માનતો હતો કે નાના ગામડા કરતાં તેને શહેરમાં સહેલાઈથી કામ મળી શકશે. જો કે કદાચ અમુક વ્યક્તિ પોતાનું જીવન સુધારી શકે, પરંતુ એનાથી સાચું સુખ મળી શકે નહિ. યહોશુઆના કિસ્સામાં એ સાચું ન પડ્યું. તેમ જ મોટા ભાગે જેઓ એમ કરવાનો પ્રયત્ન કરે છે, તેઓ સફળ થશે એવી કોઈ ગૅરન્ટી હોતી નથી. તેથી, મનમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે ‘સુખ-શાંતિ અને સલામતીવાળું જીવન એટલે શું?’
દરેક વ્યક્તિ માટે સુખ-શાંતિ અને સલામતીભર્યા જીવનનો અર્થ અલગ-અલગ થાય છે. એક શબ્દકોશ સલામતી અને સુખ વિષે આમ કહે છે: “ભય કે જોખમથી મુક્ત” અથવા “સુખ-શાંતિભર્યું.” મોટા ભાગના લોકો સહમત થશે કે “ભય કે જોખમથી મુક્ત” જીવન આજે છે જ નહિ. તેમ છતાં, તેઓને એ વિષે જરાય પડી નથી, જ્યાં સુધી તેઓ સુખ-શાંતિમાં હોય.
તમારા વિષે શું? તમે સુખ-શાંતિ ક્યાં મેળવી શકશો? યહોશુઆની જેમ, શું એ શહેરમાં મળી શકે? કે પછી કોઈ પણ કિંમતે પૈસા બનાવવાથી કે સમાજમાં આગળ વધવાથી મળી શકે? સુખ-શાંતિવાળું જીવન ક્યાંથી મળી શકે, એ વિષે તમારા અનેક વિચારો હોય શકે. પરંતુ, તમારા કુટુંબ માટે એવી સુખ-શાંતિ કેટલો સમય ચાલશે?
ચાલો હવે આપણે જોઈએ કે ઘણા લોકો સુખ-શાંતિ મેળવવા ક્યાં રહેવા ઇચ્છે છે. તેમ જ પૈસા-ટકા અને હોદ્દા પર કેટલો ભાર આપે છે. હવે પછીના લેખમાં આપણે જોઈશું કે હંમેશ માટેનું સુખ-શાંતિભર્યું જીવન ક્યાંથી મળી શકે.
[ફુટનોટ]
^ નામ બદલવામાં આવ્યું છે.