સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે ભવિષ્ય જાણી શકો!

તમે ભવિષ્ય જાણી શકો!

તમે ભવિષ્ય જાણી શકો!

મોટા ભાગના લોકો ભવિષ્ય વિષે ખુબ ચિંતા કરતા હોય છે. તેઓ સમજી વિચારીને નાણાં રોકે છે, જેથી તેઓને આવતા દિવસોમાં લાભ થાય. પરંતુ, કાલે શું થશે એ જાણવા માટે શું કોઈ ચોક્કસ રીત છે?

એ શોધવા માટે લોકો બધા ઇલાજો અજમાવી ચૂક્યા છે. સમાજશાસ્ત્રીઓ હાલના જીવનનો અભ્યાસ કરીને તેના આધારે આગાહી કરે છે. વળી અર્થશાસ્ત્રીઓ પણ પોતાને લગતી બાબતોમાં આવું જ કરે છે. જ્યોતિષીઓ જન્મકુંડળી, કાચના ગોળાઓ અને મંત્રતંત્રનો ઉપયોગ કરે છે. વળી, તેઓના સંખ્યાબંધ અનુયાયીઓ હોય છે. દાખલા તરીકે, ફ્રેંચ જ્યોતિષ નોસ્ત્રાદામસ સદીઓ અગાઉ મરણ પામ્યો હોવા છતાં, લોકપ્રિય થઈ ગયો.

આ બધા કહેવાતા પ્રબોધકો તદ્દન બિનભરોસાપાત્ર અને સાવ નકામા સાબિત થયા છે. શા માટે? એનું કારણ એ કે, તેઓએ યહોવાહ દેવ અને તેમના શબ્દ બાઇબલની અવગણના કરી છે. એ કારણથી, તેઓ આવા સાદા પ્રશ્નોના જવાબો આપવામાં નિષ્ફળ ગયા છે: ‘હું કઈ રીતે ખાતરી રાખી શકું કે બાઇબલમાં ભાખવામાં આવ્યું છે એમ બનશે? મનુષ્ય માટેના દેવના હેતુ સાથે એ કઈ રીતે બંધબેસે છે? મને અને મારા કુટુંબને આ ભવિષ્યવાણીમાંથી કઈ રીતે લાભ થઈ શકે?’ બાઇબલ આ પ્રશ્નોના જવાબ આપે છે.

બાઇબલ ભવિષ્યવાણી બીજી પણ ઘણી રીતોએ ચઢિયાતી છે. જ્યોતિષીઓએ ભાખ્યા પ્રમાણે નહિ, પણ એ વ્યક્તિગત પસંદગી પર આધારિત છે. જેથી, કોઈ નસીબનો ભોગ ન બને. (પુનર્નિયમ ૩૦:૧૯) નોસ્ત્રાદામસનાં લખાણોમાં કંઈ જ નૈતિક મૂલ્ય નથી. એને સંતાડવા માટે એમાં રહસ્યો અને ઉત્તેજિત કરતી બાબતોનો ઉપયોગ કર્યો છે. પરંતુ બાઇબલ ભવિષ્યવાણીમાં ઉચ્ચ નૈતિક મૂલ્યો છે. એ સમજાવે છે કે દેવ શા માટે પોતાના હેતુ પ્રમાણે જ કરશે. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૫) યહોવાહની ભવિષ્યવાણીઓ હંમેશા સફળ થાય છે, કારણ કે ‘દેવ જૂઠું બોલી શકતા નથી.’ (તીતસ ૧:૨) આમ, દેવના શબ્દ, બાઇબલ પ્રમાણે જીવનારાઓ જીવનના હેતુનો આનંદ માણે છે. તેથી, તેઓ પોતાનો કીમતી સમય અને શક્તિ નકામી બાબતો પાછળ બગાડતા નથી.—ગીતશાસ્ત્ર ૨૫:૧૨, ૧૩.

આ અને એવા બીજા ઘણા મુદ્દાઓ યહોવાહના સાક્ષીઓના ૧૯૯૯/૨૦૦૦ના “દેવનો પ્રબોધકીય શબ્દ” મહાસંમેલનમાં જગતફરતે ચર્ચવામાં આવ્યા હતા. ત્યાં વાર્તાલાપો, ઇન્ટર્વ્યૂં, દૃશ્યો, અને બાઇબલ નાટક દ્વારા શ્રોતાઓનું ધ્યાન અદ્‍ભુત બાઇબલ સત્યો તરફ દોરવામાં આવ્યું હતું. એનો આનંદ એવા લોકો માણે છે, જેઓ દેવના પ્રબોધકીય શબ્દનો અભ્યાસ કરી અને એને અમલમાં મૂકે છે. હવે પછીનો લેખ મહાસંમેલનમાંથી અમુક રોમાંચક મુદ્દાઓની ચર્ચા કરશે.