ઇંડોનેશિયા
દેશો અને લોકો
ઇંડોનેશિયાની મુલાકાત
ઇંડોનેશિયા ૧૭,૦૦૦ ટાપુઓનો બનેલો છે. ત્યાંના લોકો મળતાવડા, ધીરજવાન, નમ્ર અને મહેમાનગતિ કરનારા તરીકે જાણીતા છે.
તેઓના ખોરાકમાં મોટા ભાગે ભાત, એની સાથે મસાલાવાળી વાનગી અને ફળ હોય છે. કેટલાક વિસ્તારોમાં કુટુંબો સાદડી પર બેસી મસાલાવાળી વાનગીને ભાતમાં મસળીને ખાય છે. ઇંડોનેશિયાના ઘણા રહેવાસીઓનું માનવું છે કે આ રીતે ખાવાથી ખોરાક વધારે સ્વાદિષ્ટ લાગે છે.
ઇંડોનેશિયાના લોકોને કળા, નૃત્ય અને સંગીત ઘણાં પસંદ છે. તેઓનાં વાજિંત્રોમાંનું એક એન્કલોંગ છે, જેમાં એક ફ્રેમની અંદર વાંસની ભૂંગળીઓ બાંધેલી હોય છે. ભૂંગળીઓને એ રીતે ઢીલી ગોઠવવામાં આવે છે કે એને વગાડવામાં આવે ત્યારે, એક ખાસ પ્રકારનો ધ્વનિ એમાંથી નીકળે. ધૂન રચવા એન્કલોંગ વગાડનારાઓએ તાલમેલમાં વગાડવું પડે.
ઇંડોનેશિયામાં ૧૫મી સદી સુધી હિંદુ અને બૌદ્ધ ધર્મ મોટા પાયે ફેલાયેલા હતા. સોળમી સદીમાં ત્યાં મુસ્લિમ ધર્મએ પ્રભુત્વ જમાવ્યું હતું. એ જ સદીમાં યુરોપના લોકો મરી-મસાલા માટે આવ્યા અને તેમની સાથે ખ્રિસ્તી ધર્મ પણ આવ્યો.
બાઇબલ શિક્ષણ માટે પ્રખ્યાત યહોવાના સાક્ષીઓ ૧૯૩૧થી ઇંડોનેશિયામાં છે. આજે ત્યાં ૨૨,૦૦૦થી પણ વધારે યહોવાના સાક્ષીઓ છે. તેઓ બહેરા લોકોને પણ રાજ્યની ખુશખબર જણાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તાજેતરમાં ઈસુના મરણની યાદગીરી માટે સાઇન લૅંગ્વેજમાં યોજેલી સભામાં ૫૦૦થી વધારે લોકો હાજર રહ્યા હતા. (g13-E 04)
સજાગ બનો! ૯૯ ભાષાઓમાં બહાર પડે છે, એમાં ભાષા ઇંડોનેશિયાનો પણ સમાવેશ થાય છે
[પાન ૧૨ પર ચિત્ર]
[પાન ૧૨ પર નકશો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
ઇંડોનેશિયા
જાકાર્તા
[પાન ૧૨ પર ચિત્ર]
[પાન ૧૩ પર ચિત્ર]
ઉરાંગઉટાંગ—ઝાડ પર જોવા મળતું દુનિયાનું સૌથી મોટું સસ્તન પ્રાણી. સામાન્ય રીતે, સુમાત્રા અને બોર્નિયાના વરસાદી જંગલોમાં જોવા મળે છે. પુખ્ત ઉંમરના નરનું વજન આશરે ૯૦.૭ કિલો અને બે હાથની પહોળાઈ ૮ ફૂટ (૨.૪ મી.) જેટલી હોય છે
[ક્રેડીટ લાઈન]
ઉરાંગઉટાંગ: © Kjersti Jørgensen/ YAY Micro/age fotostock
[પાન ૧૩ પર ચિત્ર]
ડુરિયન ફળમાં રસાદાર માવો હોય છે. સખત સુગંધ હોવા છતાં ઘણા લોકો એની મઝા માણે છે
[પાન ૧૩ પર ચિત્ર]
છોકરો સુલીંગ વગાડી રહ્યો છે; આ વાંસળી ઇંડોનેશિયામાં ઘણી જાણીતી છે
[પાન ૧૩ પર બોક્સ]
તમારું જ્ઞાન ચકાસો
આમાંથી ઇંડોનેશિયામાં શું છે?
(ક) ૨૦,૦૦૦ જાતિના છોડ
(ખ) દુનિયામાં સૌથી વધારે પ્રકારનાં સસ્તન પ્રાણીઓ
(ગ) દુનિયાનું સૌથી મોટું ફૂલ
(ઘ) દુનિયાનું સૌથી ઊંચું ફૂલ
જવાબ: ચારેય. દુનિયાના સૌથી મોટા ફૂલનો વ્યાસ ૩ ફૂટ (૯૧ સે.મી.) છે અને સૌથી ઊંચા ફૂલની ઊંચાઈ ૧૦ ફૂટ (૩ મી.) છે.
[પાન ૧૩ પર બોક્સ]
અમુક વિગતો
વસ્તી: ૨૩,૭૬,૦૦,૦૦૦
રાજધાની: જાકાર્તા
હવામાન: ગરમ
નિકાસ: પામોલિન તેલ, રબર, પેટ્રોલિયમ, કોલસો
બોલાતી ભાષા: ભાષા ઇંડોનેશિયા અને બીજી ૧૦૦થી વધુ પ્રાદેશિક ભાષાઓ અને બોલીઓ
ધર્મ: મોટા ભાગે મુસ્લિમ (૮૮ ટકા)