આ ટેન્શનનું હું શું કરું?
યુવાનો પૂછે છે. . .
આ ટેન્શનનું હું શું કરું?
“સ્કૂલમાં નાના-મોટા બધાને ટેન્શન તો હોય જ.”—જેમ્સ, ન્યૂ ઝીલૅન્ડ. *
“સ્કૂલમાં હતી ત્યારે એટલું બધું ટેન્શન હતું કે મને અમુક વખત રડવું આવતું. મને ચીસો પાડવાનું મન થતું.”—શેરન, અમેરિકા.
શુંતમને પણ એવું લાગે છે? શું તમે પણ ટેન્શનમાં છો? શું એ તમારા મમ્મી-પપ્પા પણ નથી સમજી શકતા? કદાચ તેઓ નથી સમજી શકતા, કેમ કે તેઓ પોતે પણ ટેન્શનમાં છે. તેઓને ઘર ચલાવવા જૉબ કરવી પડે છે. ઘરના બધા બિલ ભરવા પડે છે. ભલે તમે નાના હોય કે મોટા ટેન્શન તો રહેવાનું જ.
અમુક દેશોમાં બાળકોને સ્કૂલમાં આવતા-જતા પણ ટેન્શન હોય છે. અમેરિકાની તારા કહે છે કે “બસમાં ઘણી વાર છોકરાઓ નાની નાની વાતોમાં ઝઘડતા. એટલે ડ્રાઇવર ગુસ્સે થઈને બસ ઊભી રાખી દેતા અને બધાને બસમાંથી ઉતારી મૂકતા. પછી અમને લેક્ચર આપવા બેસી જતા. એના લીધે અમે સ્કૂલમાં મોડા પડતા.”
સ્કૂલ પહોંચીને પણ ટેન્શન ઓછું થવાને બદલે વધે છે. ચાલો એના અમુક કારણો જોઈએ.
▪ ટીચરની અપેક્ષા
“હું હંમેશાં સારા ટકા લાવું એવી ટીચર મારી પાસે અપેક્ષા રાખે છે. એના લીધે મારું ટેન્શન વધે છે.”—સેન્દ્રા, ફીજી.
“જો તમે ભણવામાં હોશિયાર હોય તો ટીચર તમારી પાસે વધારે પડતી અપેક્ષા રાખે છે. આમ ટેન્શન વધે છે.”—એપ્રલ, અમેરિકા.
“અમુક ટીચર ચાહે છે કે તમે આગળ ને આગળ વધો. પણ જો તમે ટીચરની ઇચ્છા પ્રમાણે નહીં કરો તો તેઓ તમને ડફોર ગણશે.”—નાઓમી, અમેરિકા.
ટીચરની અપેક્ષાઓ વિષે તમારું શું માનવું છે?
․․․․․
▪ સ્ટુડન્ટ તમારા પર દબાણ કરે છે.
“જ્યારે તમે ટીનઍજર થાવ ત્યારે ટીચર તમને થોડી વધારે છૂટ આપે છે. છૂટ મળવાથી અમુક વિદ્યાર્થીઓ ખોટાં કામમાં ફસાઈ જાય છે, અને બીજાઓને પણ ફસાવે છે. જો તમે તેઓ સાથે નહિ જોડાવ તો તેઓ તમારી મશ્કરી કરે છે.”—કેવિન, અમેરિકા.
“દારૂ પીવાની અને સેક્સ માણવાની લાલચનો મારે રોજ સામનો કરવો પડે છે. એનાથી દૂર રહેવું સહેલું નથી.”—એરોન, ન્યૂ ઝીલૅન્ડ.
“હું બાર વર્ષની છું. સ્કૂલમાં બધા મને પજવે છે, કે ‘તું ક્યાં સુધી એકલી રહીશ. બોયફ્રેન્ડ શોધને!’”—ઍલેક્ઝાન્ડ્રિયા, અમેરિકા.
“હું દસ વર્ષની હતી ત્યારે બધા મને બોયફ્રેન્ડ માટે દબાણ કરતા. જ્યારે હું ના પાડતી ત્યારે તેઓ મને હૉમોસેક્સુયલ કહેતા.”—ક્રિસ્ટી, ઑસ્ટ્રેલિયા.
બીજા સ્ટુડન્ટ તમારા પર દબાણ લાવે ત્યારે તમને કેવું લાગે છે?
․․․․․
▪ પોતે યહોવાહના સાક્ષી છે એ જણાવવાનું ટેન્શન
“હું એક યહોવાહની સાક્ષી છું એ બીજાને જણાવવાની મને બીક લાગે છે. કદાચ એ સાંભળીને તેઓ મારી મશ્કરી પણ કરે.”—કેરોલ, હવાઈ.
“ટીનઍજરમાં દારૂ પીવો, ડ્રગ્સ લેવા અને સેક્સ માણવું એ તો સામાન્ય છે. તેઓ આપણને પણ તેમની સાથે જોડાવા દબાણ કરે છે. એવા સમયે પોતે યહોવાહના સાક્ષી છે એ જણાવવું સહેલું નથી.”—સુસન, અમેરિકા.
તમારી માન્યતા વિષે બીજા સ્ટુડન્ટસને જણાવવાનું કેવું લાગે છે?
․․․․․
▪ નીચે અમુક બાબતો છે જેનું તમને ટેન્શન હોઈ શકે. જેનું ટેન્શન સૌથી વધારે હોય એના પર ટીક કરો. નીચે આપેલા પોઈન્ટ સિવાય બીજી કોઈ બાબત હોય તો એને લખી લો.
❑ ઍગ્ઝામ
❑ હોમવર્ક
❑ મમ્મી-પપ્પાની અપેક્ષા.
❑ તમારી અપેક્ષા
❑ બીજાઓ તમારી મશ્કરી કરે
❑ બીજી બાબતો․․․․
ટેન્શન ઓછું કરવાના પાંચ પગલાં
ટેન્શન ઓછું કરવા તમે ગમે એ પગલાં લો તોપણ થોડું ઘણું ટેન્શન તો રહેવાનું જ. પણ વધારે પડતું ટેન્શન રાખવું એ સારું નથી. ટેન્શનને લીધે શું થઈ શકે એ વિષે બાઇબલ જણાવે છે કે ટેન્શન ‘બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે.’ (સભાશિક્ષક ૭:૭) પણ તમે કેવી રીતે ટેન્શન ઓછું કરી શકો?
એ જવાબ મેળવવા ચાલો વેઇટ લિફ્ટરનો દાખલો જોઈએ. તે કેટલું વજન ઉપાડી શકશે એ તેણે પહેલેથી વિચારવું પડશે. જો તે વિચાર્યાં વગર વધારે વજન ઊંચકવા જશે તો પોતાને જ નુકસાન કરશે.
જો તમે ટેન્શનમાં હોય તો પહેલેથી વિચારવું પડશે કે તમને શેનાથી ટેન્શન આવે છે. જો પહેલેથી એ નહિ વિચારો તો તમને જ નુકશાન થશે. અને તમારું ટેન્શન વધતું જશે. નીચે અમુક સૂચનો છે જેના પર વિચાર કરવાથી તમને મદદ મળી શકે.
૧. શેનાથી તમને ટેન્શન આવે છે એ જાણો. બાઇબલ જણાવે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે” (નીતિવચનો ૨૨:૩) ટેન્શન આવે ત્યારે સાવધ રહેવાથી ઘણો ફાયદો થશે. પણ એ પહેલાં તમારે જાણવું જોઈએ કે શાના લીધે ટેન્શન આવે છે. એ માટે ઉપરની બાબતોમાં તમે શું ટીક કર્યું એ જુઓ.
૨. રિસર્ચ કરો. હોમવર્કને લીધે ટેન્શન આવતું હોય તો એપ્રિલ-જૂન ૨૦૦૪નું સજાગ બનો!નો લેખ “સ્કૂલનું લેશન કરવા હું ક્યાંથી સમય કાઢું?” એ વાંચો. કોઈ તમને સેક્સની લાલચ આપતું હોય તો એપ્રિલ-જૂન ૨૦૦૭નું સજાગ બનો!નો લેખ “મને કોઈ સેક્સ માટે ઇન્વાઇટ કરે તો હું શું કરું?” એ વાંચો. આ તો માત્ર બે જ દાખલા છે. એમાંથી શીખવા મળે છે કે કોઈ પણ ટેન્શન આવે તો એના વિષે રિસર્ચ કરવાથી ઘણો ફાયદો થશે.
૩. શું કહેવું એ પહેલેથી વિચારી રાખો. યહોવાહના માર્ગમાં ચાલવાથી બીજાઓ તમારી મશ્કરી કરશે એવી બીક હોય તો શું કરી શકાય? એ માટે પહેલેથી વિચારી રાખો કે તેઓ કેવા સવાલ પૂછશે. (નીતિવચનો ૨૯:૨૫) અઢાર વર્ષની ખેલસીએ કહ્યું કે “હું યહોવાહની સાક્ષી છું એ વિષે સ્કૂલના ફ્રેન્ડને શું જણાવવું એ મેં પહેલેથી વિચારી રાખ્યું.” બેલ્જિયમનો અઢાર વર્ષનો એરોન જણાવે છે કે “હું યહોવાહનો સાક્ષી છું એવું બીજાઓને સમજાવવા મેં પહેલેથી નક્કી કર્યું. તેઓ કેવા સવાલો પૂછશે એ પણ વિચારી રાખ્યું. જો એમ ના કરત તો હું તેઓને કદીયે જણાવી શક્યો ન હોત.”
૪. તરત જ પગલાં લો. જીવનમાં તકલીફ આવશે, પણ એ આપમેળે દૂર નહિ થાય. એ માટે આપણે પગલાં લેવા પડશે. દાખલા તરીકે તમે યહોવાહના સાક્ષી છો એ બીજાઓને તરત જ જણાવો. વીસ વર્ષની માર્ચેત જણાવે છે કે “દર વર્ષે જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે હું એવા વિષય પર વાત કરું છું જેનાથી બીજાને સમજાવી શકું કે હું એક યહોવાહની સાક્ષી છું. એનાથી બધાને ખબર પડે છે કે મારી માન્યતા શું છે. અને એને વળગી રહેવા મને મદદ મળે છે. જો સ્કૂલની શરૂઆતમાં જ એ વિષે વાત નથી કરતી તો બીજાને જણાવવાનું મને બહુ જ અઘરું લાગે છે.”
૫. બીજાની મદદ લો. જો ટેન્શન ઓછું કરવું હોય તો અનુભવી ભાઈ કે બહેન અથવા મમ્મી-પપ્પાની મદદ લો. (ગલાતી ૬:૨) તેઓ તમારું ટેન્શન ઓછું કરવા મદદ કરશે. તેઓને સમજાવો કે તમને શેનાથી ટેન્શન આવે છે. આ લેખ પણ બતાવી શકો. આયરલૅન્ડની લીઝે કહ્યું કે “મેં પપ્પાને પૂછ્યું કે યહોવાહની સાક્ષી છું એવું હું બીજાઓને જણાવું અને તેઓ મારી મશ્કરી કરે તો? એટલે પપ્પા રોજ સ્કૂલે જતાં પહેલાં મારી સાથે પ્રાર્થના કરતા. એનાથી મને બહુ જ સારું લાગતું.”
શું અમુક વખતે થોડું ટેન્શન હોવું સારું છે?
બાઇબલ જણાવે છે કે “હે આળસુ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? ક્યારે તું નિંદ્રામાંથી ઊઠશે? તું કહે છે, કે હજી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયું વાળીને થોડોક આરામ લેવા દો; એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે, અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની પેઠે આવી પડશે.” (નીતિવચનો ૬:૯-૧૧) આવી વ્યક્તિને જીવનમાં કશાની પડી નથી. પણ આ રીતે જીવવું સારું નથી. અમુક વખતે થોડું ટેન્શન કે સ્ટ્રેસ હોવું સારું છે. એ હશે તો તમે મન લગાડીને કોઈ પણ કામ કરી શકશો.
હીના કહે છે કે “ભલે સ્કૂલનું વાતાવરણ સારું નથી. ભલે દોસ્તો તરફથી દબાણ અને ટેન્શન સહેવું પડે. પણ જો તમે સ્કૂલમાં ટેન્શન સહન કરી શકશો તો ભવિષ્યમાં નોકરીમાં પણ સહન કરી શકશો.” ખરું કે ટેન્શન ઓછું કરવું સહેલું નથી. પણ જો તમે અત્યારે એ સહન કરી શકશો તો એક જવાબદાર વ્યક્તિ બની શકશો. (g 9/08)
“યુવાનો પૂછે છે. . .” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype
[Footnote]
^ અમુક નામ બદલ્યા છે.
આના વિષે વિચાર કરો
▪ શેનાથી તમને ટેન્શન આવે છે?
▪ દરેક કામ પરફેક્ટ થાય એવી ઇચ્છા રાખવી શા માટે એ સારું નથી?
▪ ટેન્શન ઓછું કરવું હોય તો કોની સાથે વાત કરી શકો?
[Picture on page 25]
ટેન્શન સહન કરવું એ ભારે વજન ઉઠાવવા જેવું છે