શું આજે દયાળુ લોકો છે?
શું આજે દયાળુ લોકો છે?
મૅક્સિકોના સજાગ બનો!ના લેખક તરફથી
બાઇબલમાં તમે એક દયાળુ વ્યક્તિ વિષે વાંચ્યું હશે. એ ભલો સમરૂની હતો. (લુક ૧૦:૨૯-૩૭) આ વાર્તામાં ઈસુએ જણાવ્યું કે એ સમરૂનીએ બીજા માણસ પર કેટલી બધી દયા બતાવી હતી. શું આજે એવા લોકો છે? ચાલો આપણે મૅક્સિકો દેશનો એક દાખલો જોઈએ.
બેટ્યેલ અને તેમનું કુટુંબ મુસાફરી કરીને ઘરે આવતા હતા. ઘરથી થોડા માઇલ દૂર તેઓએ એક ગાડીનો ભયંકર અકસ્માત જોયો. આ જોઈને તેઓ તરત મદદ આપવા દોડી ગયા. એક ગાડીનો ડ્રાઇવર ડૉક્ટર હતો. તેણે બેટ્યેલને કહ્યું કે તે તેની સગર્ભા પત્ની અને બે બાળકોને હૉસ્પિટલે લઈ જાય. બેટ્યેલ તેઓને હૉસ્પિટલ લઈ ગયા અને તરત એ જગ્યાએ પાછા આવ્યા, કેમ કે તેમને વધારે મદદ કરવી હતી.
બેટ્યેલ જણાવે છે: “પોલીસે આવીને ડૉક્ટરને જેલમાં લઈ જવાના હતા, કેમ કે એ અકસ્માતે એક વ્યક્તિનો જાન લીધો હતો. ડૉક્ટરે મને પૂછ્યું કે હું શા માટે તેમને મદદ કરું છું. મેં કહ્યું કે હું યહોવાહનો સાક્ષી છું, અને બાઇબલ જણાવે છે કે આપણે એકબીજાને દયા બતાવવી જોઈએ. પછી, મેં કહ્યું કે મારું કુટુંબ તેમની પત્ની અને બાળકોનું ધ્યાન રાખશે. એ સાંભળીને તેમની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યા અને તેમણે મને અમુક કીંમતી વસ્તુઓ રાખવા આપી.”
બેટ્યેલ અને તેમના કુટુંબે ડૉક્ટરના કુટુંબને પોતાના ઘરે લઈ જઈને થોડા દિવસ સંભાળ રાખી. એ સમયમાં બેટ્યેલે તેઓને બાઇબલની સમજણ આપી. પછી ડૉક્ટર કસ્ટડીમાંથી છૂટ્યા ત્યારે, તેમણે મદદ માટે બેટ્યેલનો ખૂબ આભાર માન્યો. તેમણે યહોવાહના સાક્ષીઓના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે પાછા ઘરે ગયા પછી તે બાઇબલનો જરૂર અભ્યાસ કરશે. જો તેમના ઘરે છોકરો જન્મે, તો તેનું બેટ્યેલ નામ રાખશે. બેટ્યેલ જણાવે છે: “બે વર્ષ પછી અમે ડૉક્ટરના કુટુંબને મળવા ગયા. અરે, તેઓ બધા હવે બાઇબલ શીખે છે અને તેમના નાના છોકરાનું નામ બેટ્યેલ છે!” (g04 8/8)
[પાન ૨૯ પર ચિત્ર]
બેટ્યેલ