‘થોડામાં ઘણું લખેલું હોય છે’
‘થોડામાં ઘણું લખેલું હોય છે’
એક સ્ત્રીએ દેવ આપણી પાસે શું માંગે છે? એ બ્રોશર વિષે આમ કહ્યું. પછી તે સમજાવવા લાગી કે તેણે એમ કેમ કહ્યું હતું. તે કહે છે કે “એ બ્રોશરના કારણે ગ્લોરિયા નામના એક માજીને બાઇબલ વાંચવાનો ફરી રસ જાગ્યો. એ માજી પહેલાં થોડી વાર પણ શાંતિથી બેસી શકતા ન હતા. પણ તે હવે બે કલાક યહોવાહના સાક્ષીઓ સાથે બેસીને બાઇબલનો અભ્યાસ કરે છે. તેઓ આવે એ પહેલાં આ માજી દરેક પાઠ તૈયાર કરે છે અને એમાં આપેલી બાઇબલ કલમો વાંચી લે છે.”
દેવ આપણી પાસે શું માંગે છે? એ બ્રોશર ૩૨ પાનનું એટલે કે આ મૅગેઝિનની સાઇઝનું આવે છે. એ સાદી રીતે બતાવે છે કે ઈશ્વરનો મનુષ્યો માટે શું હેતુ છે? તેમ જ તેમની કૃપા પામવા માટે આપણે શું કરવું જોઈએ? એમાં બીજા આવા વિષયો પણ છે: “દેવ કોણ છે?,” “ઈસુ ખ્રિસ્ત કોણ છે?,” “પૃથ્વી માટે દેવનો શું હેતુ છે?,” અને “દેવનું રાજ્ય શું છે?”
તમને પણ આ બ્રોશર વિષે વધારે માહિતી જોઈતી હોય તો આ સાથે આપેલી કુપન ભરીને મૅગેઝિનના પાન પાંચ પર આપેલા કોઈ પણ નજીકના સરનામે લખી શકો છો. (g04 1/8)
□ દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકા વિષે મને વધારે માહિતી મોકલો.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).