સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજાઓને પ્રેમ બતાવો

બીજાઓને પ્રેમ બતાવો

મુસીબતનું મૂળ

આપણને કોઈ બીમારી થાય તો સાજા થતા ઘણો સમય લાગે છે. એવી જ રીતે, જો આપણને ભેદભાવ કરવાની બીમારી થાય તો એનો ઇલાજ કરવામાં ઘણો સમય લાગે છે. એ માટે તમે શું કરી શકો?

પવિત્ર શાસ્ત્રની સલાહ

“તમે પ્રેમ પહેરી લો, કેમ કે એ એકતાનું સંપૂર્ણ બંધન છે.”—​કોલોસીઓ ૩:૧૪.

આપણે શું શીખી શકીએ? તમે જ્યારે બીજાઓનું ભલું કરો છો ત્યારે તમારી અને તેઓની વચ્ચેનો પ્રેમ વધે છે. જો તમે કોઈને પ્રેમ કરતા હોવ, તો તેઓને નફરત કેવી રીતે કરી શકો!

આપણે શું કરી શકીએ?

માની લો કે તમે કોઈ એક સમાજના લોકોને નીચા ગણો છો. તેઓને પ્રેમ બતાવવા તમે શું કરી શકો? એ માટે તમારે મોટાં મોટાં કામો કરવાની જરૂર નથી. અહીં અમુક સૂચનો આપ્યાં છે:

ભલાઈનાં નાનાં-મોટાં કામ કરીને ધીરે ધીરે તમારામાંથી ભેદભાવની લાગણીને દૂર કરી શકશો

  • તેઓ સાથે માનથી વર્તો. બસમાં ભીડ હોય તો તેઓને તમારી સીટ આપી શકો. બીજી જગ્યાએથી આવેલા વ્યક્તિને સરનામું શોધવા મદદ કરો.

  • ભલે તેઓ તમારી ભાષા સારી રીતે બોલી શકતા ન હોય તોપણ તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો.

  • ભલે તમને તેઓની રીતભાત ન સમજાય તોપણ ગુસ્સે ન થાઓ.

  • તેઓ સાથે પ્રેમથી વર્તો. જો તેઓ પોતાની તકલીફો જણાવે તો ધ્યાનથી સાંભળો અને હમદર્દી બતાવો.