માતાપિતા માટે વધારે મદદ
તમે જોયું હશે કે આ મૅગેઝિનમાં આપેલી સલાહ પવિત્ર શાસ્ત્રના આધારે છે. કુટુંબની દરેક વ્યક્તિ માટે શાસ્ત્રમાં સૌથી સારું માર્ગદર્શન આપેલું છે. એનાથી વ્યક્તિ પોતાના વિચારો સુધારી શકે છે અને સારા નિર્ણયો લઈ શકે છે.—નીતિવચનો ૧:૧-૪.
શાસ્ત્રમાં જીવનને લગતી મહત્ત્વની માહિતી છે. એમાં આવા સવાલોના જવાબ આપ્યા છે:
જીવનનો હેતુ શું છે?
શું ઈશ્વર આપણા પર દુઃખો લાવે છે?
મરણ પછી આપણું શું થાય છે?
આ અને બીજા સવાલોના જવાબ બાઇબલમાંથી મેળવવા અમે તમને આમંત્રણ આપીએ છીએ. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો જોવા આ કોડ સ્કેન કરો અથવા www.isa4310.com/gu પર જાઓ.