આફતથી ઘેરાયેલી દુનિયામાં સાચી સલાહ મેળવો
શું તમને લાગે છે કે દુનિયામાં આફતો પહેલાં કરતાં અત્યારે વધી રહી છે? શું તમારે પણ આવી કોઈ આફતોનો સામનો કરવો પડે છે? જેમ કે,
યુદ્ધો
રોગચાળો
કુદરતી આફતો
ગરીબી
ભેદભાવ
હિંસક ગુનાઓ
અચાનક આફત આવી પડે ત્યારે, મોટા ભાગના લોકો આઘાતમાં સરી જાય છે. તેઓ લાચાર બની જાય છે. અરે, કેટલાક લોકો તો પોતાની સૂઝબૂઝ ગુમાવી બેસે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી આઘાતમાં જ રહે, તો તેની મુશ્કેલીઓ વધી પણ શકે છે.
અચાનક આફત આવી પડે ત્યારે, તમે શું કરી શકો? આ ચાર પગલાં ભરો. તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખો, સમજી-વિચારીને ખર્ચ કરો, સગાઓ અને દોસ્તો સાથે સારા સંબંધો રાખો અને સારી આશા રાખો.
તમારા પર કોઈ આફત આવી પડે, તો એનો સામનો કરવા તમે શું કરી શકો?