સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુઆ સાંભળનાર ખુદા ચાહે છે કે આપણે તેમની સાથે વાત કરીએ.—ગીતશાસ્ત્ર ૬૫:૨

ખુદા તમારી દુઆ સાંભળવા બેતાબ છે

ખુદા તમારી દુઆ સાંભળવા બેતાબ છે

ખુદાની આરઝૂ છે કે ઇન્સાન તેમને દુઆ કરે અને પોતાના દિલની બધી વાતો જણાવે. દાઉદ નબીએ કહ્યું ‘હે દુઆ સાંભળનાર, તમારી પાસે બધા લોકો આવશે.’ (ગીતશાસ્ત્ર ૬૫:૨) જો આપણી તમન્‍ના હોય કે ખુદા આપણી દુઆ સાંભળે અને બરકત આપે તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ?

સાફ દિલથી દુઆ કરીએ

રબને દિલથી દુઆ કરો. તેમનાથી કંઈ ન છુપાવો. (ગીતશાસ્ત્ર ૬૨:૮) સાચા દિલથી કરેલી દુઆ સાંભળીને તેમને બેહદ ખુશી થાય છે.

ખુદાનું નામ લઈને દુઆ કરીએ

ઇન્સાને દુનિયાના માલિકને જુદા જુદા ખિતાબો આપ્યા છે, જેમ કે રબ, ખુદા, ભગવાન, પરમેશ્વર, ઈશ્વર, વગેરે. પણ તેમનું પોતાનું એક નામ છે. ખુદાએ પોતાની કિતાબમાં લખાવ્યું છે, “હું યહોવા છું; એ જ મારું નામ છે.” (યશાયા ૪૨:૮) એ કિતાબમાં યહોવા નામ આશરે ૭,૦૦૦ વખત આવે છે. અનેક નબીઓએ ખુદાના નામથી તેમને પોકાર કર્યો છે. એકવાર ઈબ્રાહીમ નબીએ કહ્યું, ‘હે યહોવા, મહેરબાની કરીને મને કંઈક પૂછવા દો.’ (ઉત્પત્તિ ૧૮:૩૦, ઈઝી-ટુ-રીડ વર્ઝન) એ નબીઓની જેમ આપણે પણ ખુદા યહોવાનું નામ લઈને તેમની બંદગી કરવી જોઈએ.

તમારી ભાષામાં દુઆ કરો

ભલે આપણે કોઈ પણ ભાષા બોલતા હોઈએ, પરવરદિગાર આપણાં દિલની વાત સમજે છે. તેમણે પોતાની કિતાબમાં લખાવ્યું છે કે ‘ખુદા કોઈનો પક્ષ લેતા નથી. પણ, દરેક કોમમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે કબૂલ છે.’—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.

ખુદાની બરકત હાંસલ કરવા દુઆ સિવાય બીજું પણ કંઈક કરવું જોઈએ. એના વિશે હવે પછીના લેખોમાં જોઈશું.