સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે સૂચન

મુખ્ય મુદ્દા પર ફરીથી ધ્યાન આપો

મુખ્ય મુદ્દા પર ફરીથી ધ્યાન આપો

શું અમુક વાર એવું બને છે કે તમે અભ્યાસ કર્યો હોય, પણ પછી કંઈ યાદ જ ન હોય? એવું બધા સાથે થાય છે. એવામાં શું મદદ કરી શકે? મુખ્ય મુદ્દા પર ફરીથી ધ્યાન આપો.

અભ્યાસ કરો ત્યારે, વચ્ચે વચ્ચે થોભો અને વિચારો કે મહત્ત્વના મુદ્દા કયા છે. પછી એની નોંધ લો. પ્રેરિત પાઉલે ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે જ્યારે તેઓ તેમના પત્રનો અભ્યાસ કરે, ત્યારે એવું જ કરે. તેમણે કહ્યું: “હવે . . . મુખ્ય મુદ્દો આ છે.” (હિબ્રૂ. ૮:૧) આ રીતે તે તેઓને એ સમજવા મદદ કરી રહ્યા હતા કે તે શું કહેવા માંગતા હતા અને કઈ રીતે તેમણે કહેલી વાત એકબીજા સાથે જોડાયેલી છે.

અભ્યાસ કર્યા પછી તમે કદાચ દસ મિનિટ અલગથી કાઢી શકો. એ વખતે વિચારી શકો કે તમે જે અભ્યાસ કર્યો એમાં મુખ્ય મુદ્દા કયા હતા. જો તમને એ મુદ્દા યાદ ન હોય, તો લેખનાં મથાળાં જોઈ શકો અથવા દરેક ફકરાનું પહેલું વાક્ય વાંચી શકો. જો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો એને પોતાના શબ્દોમાં કહેવાની કોશિશ કરો. તમે મુખ્ય મુદ્દા પર ફરી ધ્યાન આપશો તેમ એ યાદ રાખવા સહેલું થઈ જશે. એ મુદ્દાને જીવનમાં કઈ રીતે લાગુ પાડવા એ પણ સમજી શકશો.