સવાલ ૫
બાઇબલનો સંદેશો શું છે?
“હું તારી અને સ્ત્રીની વચ્ચે દુશ્મની કરાવીશ. તારા વંશજ અને તેના વંશજની વચ્ચે પણ દુશ્મની કરાવીશ. તે તારું માથું કચડી નાખશે અને તું તેની એડીએ ડંખ મારશે.”
“તારા વંશજથી પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”
“તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.”
“શાંતિ આપનાર ઈશ્વર જલદી જ શેતાનને તમારા પગ નીચે કચડી નાખશે.”
“બધું દીકરાને આધીન કરી દેવામાં આવશે ત્યારે, દીકરો પણ પોતાને બધું આધીન કરનાર ઈશ્વરને આધીન થઈ જશે, જેથી ઈશ્વર જ બધા પર રાજ કરે.”
‘હવે ઇબ્રાહિમ અને તેમના વંશજને, એટલે કે ખ્રિસ્તને વચનો આપવામાં આવ્યાં હતાં. જો તમે ખ્રિસ્તના હો, તો વચન પ્રમાણે તમે ખરેખર ઇબ્રાહિમના વંશજ છો.’
“દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું અને તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાને માટે રાજા તરીકે રાજ કરશે.”
“એ મોટો અજગર, જૂનો સાપ, જે નિંદા કરનાર અને શેતાન તરીકે ઓળખાય છે, જે આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે, તેને નીચે નાખી દેવામાં આવ્યો. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને સાથે સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.”
“તેણે અજગરને, જૂના સાપને, જે નિંદા કરનાર અને શેતાન તરીકે ઓળખાય છે, તેને ૧,૦૦૦ વર્ષ માટે બાંધી દીધો.”