અભ્યાસ ૫
ભૂલો કર્યા વગર વાંચો
કેવી રીતે કરશો:
-
સારી તૈયારી કરો. એ ભાગ શા માટે લખવામાં આવ્યો છે એનો વિચાર કરો. એકએક શબ્દ વાંચવાને બદલે, એકબીજા સાથે જોડાયેલા શબ્દોને સાથે વાંચો, આખો વિચાર વાંચો. એમાં કોઈ શબ્દ ઉમેરશો નહિ કે ચૂકી જશો નહિ. શબ્દોને બદલશો પણ નહિ. વિરામચિહ્નો પર ધ્યાન આપો.
-
દરેક શબ્દનો સાચો ઉચ્ચાર કરો. શબ્દને કેવી રીતે બોલવો જોઈએ એની ખબર ન હોય તો આપણા સાહિત્યનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળો. અથવા સારું વાંચન કરનારની મદદ લો.
-
સાફ સાફ બોલો. ડોક નમાવીને નહિ, પણ સીધી રાખીને વાંચો. મોં વધારે ખોલો, જેથી ચોખ્ખું બોલી શકો. શબ્દના દરેક અક્ષરનો બરાબર ઉચ્ચાર કરવાની કોશિશ કરો.