પાઠ ૨૦
યહોવા કઈ રીતે મંડળોને ઈસુ દ્વારા ચલાવે છે?
યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે. (૧ કોરીંથીઓ ૧૪:૩૩, ૪૦) એટલે તેમના લોકો પણ વ્યવસ્થામાં રહીને કામ કરે છે. ખ્રિસ્તી મંડળ કઈ રીતે વ્યવસ્થામાં કામ કરે છે? મંડળ વ્યવસ્થિત રીતે કામ કરે એ માટે આપણે શું કરી શકીએ?
૧. મંડળના આગેવાન કોણ છે?
‘ખ્રિસ્ત મંડળના આગેવાન છે.’ (એફેસીઓ ૫:૨૩) તે સ્વર્ગમાંથી પૃથ્વી પર યહોવાના લોકોને માર્ગદર્શન આપે છે. કઈ રીતે? તેમણે “વિશ્વાસુ અને સમજુ ચાકર”ને પસંદ કર્યો છે. (માથ્થી ૨૪:૪૫-૪૭ વાંચો.) એ અનુભવી વડીલોથી બનેલો એક નાનો સમૂહ છે. એ નિયામક જૂથ તરીકે પણ ઓળખાય છે. પહેલી સદીના પ્રેરિતો અને વડીલોની જેમ આજે પણ નિયામક જૂથના ભાઈઓ આખી દુનિયાનાં મંડળોને માર્ગદર્શન આપે છે. (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨) પણ તેઓ આપણા સંગઠનના આગેવાનો નથી. તેઓ બાઇબલમાંથી જાણવાની કોશિશ કરે છે કે યહોવા શું ચાહે છે અને ખુશી ખુશી ઈસુનું માર્ગદર્શન પાળે છે.
૨. વડીલો કોણ છે? તેઓ શું કામ કરે છે?
વડીલો એવા અનુભવી ભાઈઓ છે જેઓ યહોવાને વફાદાર છે. તેઓ યહોવાના લોકોને બાઇબલમાંથી શીખવે છે. એક ઘેટાંપાળકની જેમ તેઓ ભાઈ-બહેનોની સંભાળ રાખે છે અને તેઓને મદદ કરે છે. એ કામ માટે તેઓને કોઈ પૈસા મળતા નથી. પણ તેઓ ‘ઈશ્વર આગળ ખુશીથી સેવા કરે છે. બેઈમાનીની કમાણી માટે નહિ, પણ ઉત્સાહથી કરે છે.’ (૧ પિતર ૫:૧, ૨) વડીલોને મદદ કરવા મંડળમાં અમુક સહાયક સેવકો હોય છે. સમય જતાં, જો સહાયક સેવકો બાઇબલમાં આપેલી લાયકાતો પ્રમાણે યોગ્ય ઠરે, તો તેઓ પણ વડીલ તરીકે સેવા આપી શકે છે.
નિયામક જૂથ અમુક વડીલોને અલગ અલગ મંડળોમાં મોકલે છે, જેથી તેઓ ભાઈ-બહેનોને માર્ગદર્શન આપે અને તેઓની શ્રદ્ધા વધારે. એવા વડીલોને પ્રવાસી નિરીક્ષક અથવા સરકીટ નિરીક્ષક કહેવાય છે. સરકીટ નિરીક્ષક એવા ભાઈઓને વડીલ અથવા સહાયક સેવક તરીકે નીમે છે, જેઓ બાઇબલમાં આપેલી લાયકાતો પ્રમાણે યોગ્ય ઠરે છે.—૧ તિમોથી ૩:૧-૧૦, ૧૨; તિતસ ૧:૫-૯.
૩. યહોવાના દરેક સેવકની જવાબદારી શું છે?
મંડળના બધા સેવકો ‘યહોવાના નામનો જયજયકાર કરે છે.’ (ગીતશાસ્ત્ર ૧૪૮:૧૨, ૧૩ વાંચો.) કઈ રીતે? તેઓ પૂરા દિલથી સભાઓમાં ભાગ લે છે અને પ્રચારમાં પણ પોતાનાથી બનતું બધું કરે છે.
વધારે જાણો
ઈસુ કેવા આગેવાન છે? વડીલો કઈ રીતે ઈસુના પગલે ચાલે છે? આપણે કેમ ઈસુ અને વડીલોને સાથ આપવો જોઈએ? ચાલો જોઈએ.
૪. ઈસુ પ્રેમાળ અને દયાળુ આગેવાન છે
ઈસુ પ્રેમથી કહે છે કે આપણે તેમને આપણા આગેવાન માનીએ. માથ્થી ૧૧:૨૮-૩૦ વાંચો. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:
-
ઈસુ કેવા આગેવાન છે? ઈસુની આગેવાની નીચે આપણને કેવું લાગે છે?
વડીલો કઈ રીતે ઈસુના પગલે ચાલે છે? વીડિયો જુઓ.
બાઇબલમાં જણાવ્યું છે કે વડીલોએ કઈ રીતે કામ કરવું જોઈએ.
યશાયા ૩૨:૨ અને ૧ પિતર ૫:૧-૩ વાંચો. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:
-
ઈસુની જેમ બીજાઓને તાજગી અને ઉત્તેજન આપવા વડીલો પૂરી કોશિશ કરે છે. એ જોઈને તમને કેવું લાગે છે?
-
વડીલો બીજી કઈ રીતોએ ઈસુને અનુસરે છે?
૫. વડીલો જે શીખવે છે, એ કરે પણ છે
વડીલોએ પોતાની જવાબદારીને કેવી ગણવી જોઈએ? એ વિશે ઈસુ શું વિચારતા હતા? વીડિયો જુઓ.
ઈસુએ મંડળમાં આગેવાની લેતા ભાઈઓને સરસ માર્ગદર્શન આપ્યું છે. માથ્થી ૨૩:૮-૧૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
બાઇબલમાં જણાવ્યા પ્રમાણે વડીલો કેવા હોવા જોઈએ? શું તમને લાગે છે કે બીજા ધાર્મિક આગેવાનો બાઇબલમાં લખ્યું છે એ પ્રમાણે કરે છે?
-
ક. વડીલો યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખે છે. તેઓ પોતાના કુટુંબને પણ એમ કરવા મદદ કરે છે
-
ખ. વડીલો મંડળનાં બધાં ભાઈ-બહેનોની સંભાળ રાખે છે
-
ગ. વડીલો ખુશખબર ફેલાવવામાં ભાગ લે છે
-
ઘ. વડીલો શીખવવાનું કામ કરે છે. તેઓ સફાઈકામ અને બીજાં કામોમાં પણ મદદ કરે છે
૬. આપણે વડીલોને સાથ આપવો જોઈએ
બાઇબલમાં જણાવ્યું છે કે આપણે કેમ વડીલોને સાથ આપવો જોઈએ. હિબ્રૂઓ ૧૩:૧૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
બાઇબલમાં જણાવ્યું છે કે આપણે વડીલોની વાત ખુશી ખુશી માનવી જોઈએ. શું આપણે એમ કરવું જોઈએ? તમને કેમ એવું લાગે છે?
લૂક ૧૬:૧૦ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:
-
નાની નાની વાતોમાં પણ કેમ વડીલોને સાથ આપવો જોઈએ?
અમુક લોકો કહે છે: “ઈશ્વરની ભક્તિ કરવા કોઈ ધાર્મિક સંગઠન સાથે જોડાવાની જરૂર નથી.”
-
શું તમને લાગે છે કે ઈશ્વરના સંગઠનનો ભાગ બનવું જરૂરી છે? તમને કેમ એવું લાગે છે?
આપણે શીખી ગયા
ઈસુ મંડળના આગેવાન છે. વડીલો તેમના માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે. આપણે રાજીખુશીથી વડીલોને સાથ આપવો જોઈએ, કેમ કે તેઓ આપણને તાજગી આપે છે અને જે શીખવે છે એ પોતે પણ કરે છે.
તમે શું કહેશો?
-
મંડળના આગેવાન કોણ છે?
-
વડીલો મંડળમાં કયાં કામો કરે છે?
-
યહોવાના દરેક સેવકની જવાબદારી શું છે?
વધારે માહિતી
નિયામક જૂથના સભ્યો અને બીજા વડીલો મંડળનાં ભાઈ-બહેનોની કેટલી ચિંતા કરે છે, એ જાણવા આ વીડિયો જુઓ.
સરકીટ નિરીક્ષકનું કામ જાણવા આ વીડિયો જુઓ.
જાણો કે મંડળમાં બહેનો કઈ જવાબદારી નિભાવે છે.
“શું યહોવાના સાક્ષીઓમાં બહેનો પણ શીખવે છે?” (ચોકીબુરજનો લેખ)
મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા વડીલો કેટલી મહેનત કરે છે, એ વિશે વાંચો.