પાઠ ૧૨
બાઇબલમાંથી શીખતા રહેવા તમને શું મદદ કરશે?
તમને બાઇબલમાંથી શીખવાનું ગમતું હશે, પણ દર વખતે એ સહેલું નહિ હોય. મુશ્કેલીઓ આવે ત્યારે કદાચ થાય, ‘હવે મારાથી નહિ શિખાય.’ પણ બાઇબલમાંથી કેમ શીખતા રહેવું જોઈએ? મુશ્કેલીઓમાં પણ બાઇબલમાંથી શીખતા રહેવા તમને શું મદદ કરી શકે?
૧. બાઇબલમાંથી શીખતા રહેશો તો કેવા ફાયદા થશે?
‘ઈશ્વરનો સંદેશો જીવંત અને શક્તિશાળી છે.’ (હિબ્રૂઓ ૪:૧૨) બાઇબલમાં યહોવાના વિચારો છે. એમાં જણાવ્યું છે કે તે તમને કેટલો પ્રેમ કરે છે. બાઇબલમાંથી તમને ઈશ્વર વિશે નવી નવી વાતો શીખવા મળશે, ખરો નિર્ણય લેવા સારી સલાહ મળશે અને સારા ભાવિની આશા પણ મળશે. સૌથી મહત્ત્વનું તો, તમે યહોવા ઈશ્વરના દોસ્ત બની શકશો. બાઇબલમાં એટલી શક્તિ છે કે એ તમારું જીવન બદલી શકે છે. એટલે યહોવા પાસેથી શીખવાનું ન છોડતા!
૨. બાઇબલનું શિક્ષણ કીમતી છે એ સમજવું કેમ જરૂરી છે?
બાઇબલમાં ઈશ્વરની સત્ય વાતો છે. એ શિક્ષણ ખજાના જેવું કીમતી છે. એટલે જ બાઇબલમાં સલાહ આપી છે કે, જેને એ ખજાનો મળે તે “એને વેચી ન દે.” (નીતિવચનો ૨૩:૨૩) જો આપણે સમજીશું કે બાઇબલનું શિક્ષણ કેટલું કીમતી છે, તો આપણે કદી હિંમત નહિ હારીએ અને મુશ્કેલીઓ છતાં બાઇબલમાંથી શીખતા રહીશું.—નીતિવચનો ૨:૪, ૫ વાંચો.
૩. બાઇબલમાંથી શીખતા રહેવા યહોવા કઈ રીતે તમારી મદદ કરે છે?
આપણને જીવન આપનાર યહોવા ચાહે છે કે તમે તેમના વિશે શીખતા રહો. તમને મદદ કરવા તે કંઈ પણ કરી શકે છે. એક મિત્રની જેમ તે તમને સાથ આપશે અને તમે શીખતા રહો એ માટે “તમને ઇચ્છા અને બળ” આપશે. (ફિલિપીઓ ૨:૧૩ વાંચો.) જો કોઈ વાર તમને બાઇબલમાંથી શીખવાનું મન ન થાય કે એની કોઈ વાત પાળવી અઘરી લાગે, તો યહોવા તમારા મનમાં ઇચ્છા જગાડશે. સગાં-વહાલાં તમને બાઇબલમાંથી શીખવાની ના પાડે અથવા બીજી કોઈ મુશ્કેલી આવે ત્યારે યહોવા તમને બળ આપશે. એટલે હંમેશાં યહોવાને પ્રાર્થના કરો અને બાઇબલમાંથી શીખતા રહેવા મદદ માંગો.—૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૭.
વધારે જાણો
જો બાઇબલમાંથી શીખવા સમય જ ન મળતો હોય તો શું? બીજાઓ વિરોધ કરે તો શું? ચાલો જોઈએ કે એવા સંજોગોમાં પણ તમે કઈ રીતે શીખતા રહી શકો. એ પણ જોઈએ કે શીખતા રહેવા યહોવા કઈ રીતે તમને મદદ કરશે.
૪. બાઇબલમાંથી શીખવું મહત્ત્વનું છે
અમુક વાર એટલું બધું કામ હોય કે બાઇબલમાંથી શીખવા કે અભ્યાસ કરવા સમય જ ન બચે. જો એવું હોય તો તમને ક્યાંથી મદદ મળી શકે? ફિલિપીઓ ૧:૧૦ વાંચો. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:
-
તમને શું લાગે છે, જીવનમાં ‘વધારે મહત્ત્વની’ વાતો કઈ છે?
-
બાઇબલમાંથી શીખવાને મહત્ત્વનું ગણવા તમે શું કરી શકો?
-
ક. જો તમે એક ડોલમાં પહેલા રેતી ભરો અને પછી પથ્થર નાખો, તો બધા પથ્થર ડોલમાં નહિ આવે
-
ખ. જો તમે ડોલમાં પહેલા પથ્થર નાખો અને પછી રેતી, તો મોટા ભાગની રેતી ડોલમાં આવી જશે. એવી જ રીતે, જો તમે ‘વધારે મહત્ત્વનાં’ કામ પહેલા કરો, તો એ કામ સારી રીતે કરી શકશો. એટલું જ નહિ, બીજાં કામો માટે પણ સમય બચશે
આપણને ઈશ્વરના માર્ગદર્શનની જરૂર છે, જેથી તેમને ઓળખી શકીએ અને તેમની ભક્તિ કરી શકીએ. બાઇબલમાંથી શીખીએ છીએ ત્યારે એ જરૂરિયાત પૂરી થાય છે. માથ્થી ૫:૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
બાઇબલમાંથી શીખવાને મહત્ત્વનું ગણીશું તો કેવો ફાયદો થશે?
૫. વિરોધ થાય ત્યારે હિંમત ન હારો
તમે બાઇબલમાંથી શીખો છો, એ કદાચ અમુકને ન ગમે. તેઓ એવું પણ કહે કે બાઇબલમાંથી શીખવાનું બંધ કરી દો. ફ્રેન્ચેસ્કો નામના ભાઈ સાથે એવું જ બન્યું હતું. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
-
જ્યારે ફ્રેન્ચેસ્કોએ તેમનાં મમ્મી અને દોસ્તોને જણાવ્યું કે તે બાઇબલમાંથી શીખે છે, ત્યારે તેઓને કેવું લાગ્યું?
-
ફ્રેન્ચેસ્કો હિંમત ન હાર્યા અને બાઇબલમાંથી શીખતા રહ્યા, એનું શું પરિણામ આવ્યું?
૨ તિમોથી ૨:૨૪, ૨૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
તમે જે શીખો છો, એ વિશે તમારાં કુટુંબને અને દોસ્તોને કેવું લાગે છે?
-
તમે બાઇબલમાંથી શીખો છો એ કોઈને પસંદ ન હોય, તો આ કલમ પ્રમાણે તમે કઈ રીતે વર્તશો? શા માટે?
૬. યહોવા પર ભરોસો રાખો, તે ચોક્કસ તમારી મદદ કરશે
યહોવા સાથેની દોસ્તી પાકી થાય છે તેમ, તેમને ખુશ કરવાની આપણી ઇચ્છા વધતી ને વધતી જાય છે. પણ અમુક વાર જીવનમાં ફેરફારો કરવા આપણને અઘરું લાગતું હોય. જો એવું હોય તો હિંમત હારશો નહિ. યહોવા પાસે મદદ માંગો. તે તમને જરૂર મદદ કરશે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
-
જિમભાઈએ યહોવા માટે કેવા ફેરફારો કર્યા?
-
જિમભાઈએ જે ફેરફારો કર્યા, એમાં તમને સૌથી વધારે શું ગમ્યું? શા માટે?
હિબ્રૂઓ ૧૧:૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
જેઓ યહોવાને ‘દિલથી શોધે’ છે, એટલે કે તેમને ઓળખવા અને ખુશ કરવા મહેનત કરે છે, તેઓ માટે યહોવા શું કરે છે?
-
યહોવા વિશે શીખવા તમે જે મહેનત કરો છો, એ જોઈને યહોવાને કેવું લાગે છે?
જો કોઈ પૂછે: “તમે કેમ બાઇબલમાંથી શીખો છો?”
-
તમે કેવો જવાબ આપશો?
આપણે શીખી ગયા
બાઇબલમાંથી શીખવું હંમેશાં સહેલું નહિ હોય, પણ જો તમે શીખતા રહેશો, તો કાયમ માટે સુખચેનથી જીવી શકશો. યહોવા પર ભરોસો રાખો, તે તમને જરૂર મદદ કરશે.
તમે શું કહેશો?
-
તમારા માટે બાઇબલનું શિક્ષણ કેમ કીમતી છે?
-
બાઇબલમાંથી શીખવાને મહત્ત્વનું ગણવા તમે શું કરી શકો?
-
બાઇબલમાંથી શીખતા રહેવા તમારે કેમ યહોવા પાસે મદદ માંગવી જોઈએ?
વધારે માહિતી
સમયનો સારો ઉપયોગ કરવા ઘણા લોકોને આ ચાર રીતથી મદદ મળી છે. એ વિશે વધારે જાણો.
“સમયનો સારો ઉપયોગ કઈ રીતે કરવો” (સજાગ બનો!, એપ્રિલ-જૂન ૨૦૧૪)
એક બહેન બાઇબલમાંથી શીખતાં હતાં, એ વાત તેમનાં પતિને ગમતી ન હતી. આ વીડિયોમાં જુઓ કે યહોવાએ કઈ રીતે એ બહેનને મદદ કરી.
પતિના વિરોધ છતાં એક બહેન બાઇબલમાંથી શીખતાં રહ્યાં. એનાથી પતિને કેવો ફાયદો થયો? એ વિશે આ વીડિયો જુઓ.
અમુક લોકો કહે છે કે યહોવાના સાક્ષીઓ કુટુંબમાં ભાગલા પાડે છે. એ વિશે હકીકત જાણવા આ લેખ વાંચો.
“શું યહોવાના સાક્ષીઓ કુટુંબ તોડે છે કે મજબૂત કરે છે?” (jw.org/gu પર આપેલો લેખ)