સ્કીપ ટુ કન્ટેન્ટ

ફોટો ગેલેરી—બાળકોને ગમતા વીડિયો

ફોટો ગેલેરી—બાળકોને ગમતા વીડિયો

યહોવાના દોસ્ત બનોવીડિયો શૃંખલામાં આવતા ગીતો અને રોહન તથા અવનીના કાર્ટૂન ઘણા પ્રખ્યાત થઈ રહ્યા છે. અમુક માબાપ અને બાળકોએ આ શૃંખલાના ઘણા વીડિયો માટે આભાર વ્યક્ત કરવા પત્રો લખ્યા છે. એ પત્રો દ્વારા બાળકો આમ કહે છે:

  • “‘લિસન, ઑબે ઍન્ડ બી બ્લેસ્ડ’ ડીવીડી માટે તમારો આભાર. હું એને રોજ મારી રમકડાંની બિલાડી સાથે બેસીને જોઉં છું.”—ઝૅક, ઉંમર ૫.

  • “નવા ગીતથી મને જાણવા મળ્યું કે યહોવા મને પ્રેમ કરે છે અને તે ચાહે છે કે હું ગમે એ સમયે તેમને પ્રાર્થના કરું.”—મિકારીઆ, ઉંમર ૬.

  • “મને શીખવા મળ્યું કે મમ્મી-પપ્પાનું કહેવું માનવું જોઈએ અને મારે સાફ-સફાઈ રાખવી જોઈએ. અમારાં જેવાં બાળકો માટે આવા વીડિયો બનાવવા તમારો આભાર.”—નિકોલ, ઉંમર ૮.

  • “આ વીડિયો માટે તમારો ખૂબ આભાર. એ જોવાની ખૂબ મઝા આવી. એ મને બહુ ગમે છે.”—મૅકેન્ઝી, ઉંમર ૫.

  • “યહોવાના દોસ્ત બનો એના વીડિયો મને બહુ ગમે છે. હું એને રોજ જોઉં છું. યહોવા કેટલા સારા છે કે તેમણે પોતાના વિચારો તમને જણાવ્યા છે.”—અવા, ઉંમર ૮.

  • “આ વીડિયો મને બહુ ગમે છે. હું બધા ગીતો યાદ રાખવાની કોશિશ કરું છું. આ વીડિયો દ્વારા હું યહોવાને પ્રેમ કરવાનું શીખ્યો છું.”—ડૅવોન, ઉંમર ૪.

  • “હું રોહનના નવા વીડિયોની ખૂબ રાહ જોઉં છું. આવું સારું કામ કરતા રહેજો.”—વાન્સ, ઉંમર ૮.

ઑસ્ટ્રેલિયા—શિલોહ, ઉંમર ૬

લેસન ૧૨: રોહન અને અવની બેથેલની મુલાકાત લે છે

ઑસ્ટ્રેલિયા—શીના, ઉંમર ૮

ગીત ૧૦૬: ગેઈનીંગ જેહોવાસ ફ્રૅન્ડશીપ

બ્રાઝિલ—ઍડવર્ડો, ઉંમર ૧૦

લેસન ૧૩: યહોવા તમને હિંમત આપશે

જર્મની—મિશૅલ, ઉંમર ૧૧

લેસન ૧૦: ખુશીથી આપો, પ્રેમ રાખો

જર્મની—પ્રિસ્કીલા, ઉંમર ૮

લેસન ૧૧: ખુશીથી માફ કરો

જાપાન—મિકુ, ઉંમર ૭

લેસન ૧૩: યહોવા તમને હિંમત આપશે

જાપાન—ટૉમોકી, ઉંમર ૧૦

લેસન ૬: પ્લીઝ અને થેંક્યું કહીએ

મૅક્સિકો—સેમ્યુલ, ઉંમર ૭

લેસન ૯: યહોવાએ દરેક વસ્તુઓ બનાવી

યૂનાઇટેડ સ્ટેટ્‌સ—ઍડ્રિયાના, ઉંમર ૬

ગીત ૯૨: “પ્રીચ ધ વર્ડ”

યૂનાઇટેડ સ્ટેટ્‌સ—એન્થોની, ઉંમર ૧૧

લેસન ૨: યહોવાનું કહેવું માનો